પીઓકેમાં આતંકીઓના લોન્ચિંગ પેડ તૈયાર, સર્જીકલ સ્ટ્રાઇકની સંભાવનાઓ

0
25

ન્યુ દિલ્હી,તા.૨૨
જમ્મુ-કાશ્મીરમાં સરહદ પર ફરી એક વાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવાના પ્રયાસોમાં વધારો નોંધાયો છે. રવિવારે સરહદ પાસે સ્થિત સુંદરબનીમાં પાકિસ્તાન સરહદની સક્રિય આતંકી ટુકડીએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા.
માહિતી મુજબ સેનાને જાણકારી પ્રાપ્ત થઇ છે કે સુંદરબની વિસ્તારમાં કેટલાક આંતકીઓએ લોન્ચિંગ પેડ તૈયાર કર્યું છે. આ રિપોર્ટ સુંદરબનીના હુમલા પછીનો છે. જે મુજબ POKમાં ત્રણ જેટલી જગ્યાઓએ મોટી સંખ્યામાં આતંકીઓ એકઠા થયા છે અને તેમને પાકિસ્તાનની સેનાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ય છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે જીં અને પાકિસ્તાનની સેનાએ ૬૦-૭૦ આતંકીઓને ભેગા એકત્રિત કર્યા છે જે લશ્કર-એ-તૈયબા અને જેશ-એ-મોહમદ જેવા સંગઠનો સાથે સંબંધ ધરાવે છે.
આતંકી દ્વારા તૈયાર કરાયેલા લોન્ચિંગ પેડ ભારતના તંગધાર અને ઉરી સેક્ટરની સામે જ સ્થિત છે, હવે પાકિસ્તાન એ પ્રયાસો કરી રહ્યું છે કે આ વિસ્તારોમાં મુઝાહિદ્દીન આતંકીઓને સક્રિય કરવા જેથી ભારતીય સેના પર વધારેમાં વધારે હુમલા કરી શકાય. ૨૧ ઓક્ટોબરે સુંદરબનીમાં પાકિસ્તાન મ્છ્‌ ટીમના ૬ જેટલા આતંકીઓએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો જેમાં ૩ જવાનો શહીદ થયા હતા.
ભારત પહેલા પણ સરહદ પાર લોન્ચિંગ પેડનો ખાત્મો કરી ચુકવ્યું છે. ઉરી હુમલા પછી સેનાએ ૨૮-૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ ની રાત્રે POKમાં ઘૂસીને આતંકી લોન્ચિંગ પેડનો ખાત્મો કર્યો હતો. ભારતીય સેનાના સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સંપૂર્ણપણે સ્તબ્ધ થઇ ગયું હતું. આ માહિતી પછી ફરી વાર આ પ્રકારના સર્જીકલ સ્ટ્રાઇકની સંભાવનાઓએ જન્મ લીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY