હવે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો સમય આવી ગયો છે : સ્વરૂપાનંદ

0
42

મથુરા,તા.૩
દ્વારકા-શારદપીપઠ અને જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ વડાપ્રધાન મોદીને તેમના વચન યાદ કરાવતા કહ્યુ હતું કે હવે આ સરકારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરની સ્થાપનાનું વચન ચોક્કસ પૂર્ણ કરવું જોઈએ. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત કરે છે, પરંતુ તેમણે કિયારેય આ મુદ્દો ગંભીરતાથી લીધો નથી. કારણ કે, ભાજપના રામ અને ધર્મચાર્યોના રામમાં મોટી તફાવત છે.
તેમણે કહ્યુ હતું કે ભાજપના રામ આદર્શ મહાપુરુષ છે, જ્યારે અમારા રામ આરાધ્ય રામ છે. તેથી સંત ઈચ્છે છે કે અયોધ્યામાં આરાધ્ય રામ મંદિરનું નિર્માણ કરવું જાઈએ અને ભાજપે આ વખતે તેમનું આ વચન પૂર્ણ કરવાની જરુર છે. તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર એક તર્ક આપતા કહ્યુ હતું કે ત્યાં રામ જન્મભૂમિ પર મસ્જિદની કોઈ બિલ્ડિંગ અથવા જમીન હતી જ નહીં. ના ત્યાં કિયારે બાબર આવ્યા અને ના તો ઇતિહાસમાં ત્યાં મસ્જિદનો કોઈ ઉલ્લેખ છે.
તેમણે કહ્યુ હતું કે ભાજપે જમ્મુ-કાશ્મીરથી બંધારણમાં વર્ણવેલ આર્ટિકલ ૩૭૦ હટાવવા, વિદેશમાં ગૌમાંસના નિકાસ પર પ્રતિબંધ, ગૌરક્ષા માટે પગલાં લેવા, દેશની પવિત્ર નદીઓને પ્રદુષણ મુક્ત કરવાના અનેક વચનો વર્ષોથી કરી રાખ્યા છે. હવે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY