નર્મદા જીલ્લામાં ગત મે માસમાં પડેલી આકરી ગરમીમાં કુલ 526 દર્દીઓ ગરમીના શિકાર બન્યા 

0
12

આ તમામ દર્દીઓને નર્મદા GVK EMRI 108 દ્વારા તાત્કાલિક સારવાર આપી નજીકના દવાખાને ખસેડાતા નવજીવન મળ્યું

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગત મે મહિનામાં પડેલી આકરી ગરમીના શિકાર બનેલા દર્દીઓને GVK EMRI 108 દ્વારા સારવાર આપી દવાખાને પહોચાડાયા હતા

નર્મદા GVK EMRI 108 ના એકઝયુકેટીવ મહંમદ હનીફ બલુચીના જણાવ્યા મુજબ ગત મે મહિનામાં નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકા માંથી ગરમીના કારણે બીમાર પડેલા દર્દીઓના કોલ મળતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી સારવાર આપી હતી જેમાં પેટ દુખાવાના – 242 દર્દીઓ, બીપીની તકલીફના -10,છાતીમાં દુખાવાના -40, નસકોરી ફૂટવાના -01,ગરમીના કારણે ચક્કર આવવાના – 49, ગરમીના કારણે પડી જવાના -37,ઝાડા ઉલ્ટીના -36, ફક્ત ઉલ્ટીના – 48 અને ગરમી થી બેભાન થયેલા -63 મળી ફક્ત એકજ મહિનામાં કુલ 526 દર્દીઓ ગરમીના શિકાર થતા 108 ની અલગ અલગ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દર્દીઓને તુરત સારવાર શરુ કરી નજીકના દવાખાને વધુ સારવાર માટે ખસેડ્યા હતા આમ નર્મદા જિલ્લામાં GVK EMRI 108 ની ટીમે 526 દર્દીઓને નવજીવન આપ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY