માઉન્ટ આબુ ખાતે ઓક્ટોબર-૨૦૧૮માં સાત દિવસનો એડવેન્ચર કોર્સ યોજાશે

0
14

રાજ્યના અનુસૂચિત જનજાતિના ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો સાહસિક અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાત દિવસ માટે એડવેન્ચર કોર્સની તાલીમ આપવાનું આયોજન કરાયુ છે.

રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે ૭ (સાત) દિવસનો એડવેન્ચર કોર્સ આગામી ઓક્ટોબર-૨૦૧૮માં માઉન્ટ આબુ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે.

માત્ર અનુસૂચિત જનજાતિના બાળકો કે જેઓ તા.૩૧/૧૨/૨૦૧૮ના રોજ ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી www.sycd.gujarat.gov.in વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એસ-૨૧/બીજો માળ, જોરાવર પેલેસ કંપાઉન્ડ, પાલનપુર, જિ.બનાસકાંઠાને તા.૩૦/૯/૨૦૧૮ સુધીમાં મોકલી આપવાનું રહેશે. કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન, કાર્યક્રમ સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પસંદ થનાર બાળકોને પત્ર દ્વારા/મોબાઇલ/ E-mail દ્વારા જાણ કરવામાં આવશે. પસંદ થનારને જિલ્લા રમતગમત અધિકારી, પાલનપુર, જિ.બનાસકાંઠા દ્વારા જાણ કરવામાં આવશે.

આ સબંધે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રમતગમત અધિકારી, પાલનપુર, જિ.બનાસકાંઠા મોબાઇલ નંબર ૯૭૩૭૧ ૬૫૫૪૪ તેમજ E-mail dsobanaskantha06@gmail.com ઉપર સંપર્ક કરવો તેમ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY