રાજભવનમાં તસ્કરોએ કર્યો હાથ સાફ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

0
6

માઉન્ટઆબુ,તા.૫
રાજસ્થાનમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના માઉન્ટઆબુમાં આવેલા રાજભવનમાંથી બ્રિટિશકાળની ૭ બંદુકોની ચોરી થવાની ઘટના સામે આવી છે. ચાર અજાણ્યા શખ્સો રાજભવનમાં ઘૂસ્યા હતા અને બ્રિટિશકાળની સાત બંદુકોની ચોરી કરીને ફરાર થયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે.
તો પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજભવનમાં બ્રિટિશકાળની ૯ બંદુકો રાખવામાં આવી હતી અને તે માત્ર શોપીસમાં મુકવામાં આવી હતી. ચોરીની ઘટના સામે આવતા હાહાકાર મચ્યો છે અને રાજભવનની સુરક્ષાને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે.
પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ ચોરોના ઘરે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, ચાર અજાણ્યા ચોરો રાજભવનમાં ઘૂસ્યા હતા અને તિજારીમાં રાખવામાં આવેલી સાત બંદુકો ચારી કરીને ફરાર થયા છે. ઉલ્લેખનીય છે કે, અહીં પૂરતા પ્રમાણમાં સિકિયોરીટી પણ ગોઠવવામાં આવી હોવા છતા ચોરીની ઘટનાએ પોલ ખુલ્લી પાડી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY