ભરૂચ,
તા.૨૦/૪/૨૦૧૮
વારંવાર તંત્રની લાપરવાહી અને ઉપેક્ષાના કારણે મેડીકલ કોલેજનું કામ ખોરંભે ચડતાં ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે મચ્છરના ઉપદ્રવ માટે પાણીનું તળાવ બની ગયુ છે. જેના કારણે તેની આસપાસના વિસ્તારમાં તો ભયાનક રોગચાળો ફાટવાની દહેશતે સારવાર લઇ રહેલ દર્દી તેમજ તેના સગા-વહાલાઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લાની એકમાત્ર અદ્યતન સિવિલ હોસ્પીટલ ખાતે પાણીના નિકાલની અવ્યવસ્થાને પગલે રોગચાળો ફાટવાની દહેશત ફેલાવા પામી છે.
ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સરકારની જાહેરાત મુજબ ફાળવાયેલ મેડીકલ કોલેજના ખાતમુર્હૂત બાદ તાત્કાલિક ધોરણે જે તે કોન્ટ્રાકટર દ્વારા સિવિલ કમ્પાઉન્ડમાં જ ફળવાયેલ જમીનમાં ઊંડા ખાડા ખોદી નાંખવામાં આવ્યા છે. પરંતુ કોઇ કારણોસર હાલ મેડીકલ કોલેજ બાંધકામનું કામ ખોરંભે ચઢતા તેને માટે ખોદાવેલા ઊંડા ખાડાઓ આમેય એ રોડ ઉપરથી આવન-જાવન કરતા દર્દીના સગાઓએ પોસ્ટમોર્ટમ કરાવવા આવતા સ્વજનો માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યા છે.
આવા સંજાગોમાં તંત્ર દ્વારા બાંધકામનું કામ આગળ ન ધપાવાતા તેનો ફાયદો ઉઠાવી ભરૂચ સિવિલ હોસ્પીટલના સમારકામની જવાબદારી નિભાવતા પી.આઇ.યુ. વિભાગ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પીટલના ટ્રોમા સેન્ટર, જનરલ હોસ્પીટલ બિલ્ડીંગ, ગાયનેક વિભાગ, ડાયાલીસીસ વિભાગના પાણીના નિકાલની સમસ્યા હલ કરવા મેડીકલ કોલેજ માટે ખોદાયેલા ખાડામાં જ ગંદા પાણીનો નિકાલ કરવા પાઇપ લગાવી દેતા મેડીકલ કોલેજના પાયા માટે ખોદાયેલા તળાવમં પરિવર્તિત થવા પામ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






