૨૭ લોકોને વિદેશમાં નોકરીની લાલચ આપી ટૂર ઓપરેટર ૨૦ લાખ લઈ ફરાર

0
378

અમદાવાદ,
તા.૨૦/૪/૨૦૧૮

વિદેશમાં ઉંચા પગારવાળી નોકરીની લાલચથી સાવધાન….

પ્રહલાદનગરની ગ્લોબલ ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે અઢી મહિનામાં ૨૭ લોકો પાસે ટીકીટ, વિઝા અને મેડિકલ ચેકઅપના નામે રૂપિયા ઉઘરાવ્યાં હતા.

એક તરફ બેરોજગારી વધી રહી છે ત્યારે વિદેશમાં ઉંચા પગારની લાલચથી સામાન્ય નોકરીયાત વર્ગ અંજાઈ રહ્યો છે અને પછી ગઠિયાઓની જાળમાં ફસાઈને મજૂરી કરી ભેગા કરેલા બચતના રૂપિયા પણ ખોઈ બેસે છે. આવા જ હાલ એ ૨૭ લોકોના થયા છે જેમણે સેટેલાઈટની ગ્લોબલ ટૂર એન્ટ ટ્રાવેલ્સમાં દુબઈ અને સિંગાપોરમાં એક વર્ષની નોકરી માટે એપ્લાય કરી હતી. આ ટૂર ઓપરેટર ૨૭ લોકોના ૨૦.૪૭ લાખ રૂપિયા લઈને ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આનંદનગર પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આરીપોની શોધખોળ શરૂ કરી છે.

વડોદરામાં રહેતા અને કન્સ્ટ્રક્શનની ઓફિસમાં કામ કરતા હાર્દીક શાહ (ઉં.૨૭)એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને ગત મહિને જાણવા મળ્યું હતુ કે, સિંગાપોરમાં ટીમ બિલ્ડ નામની કંપનીમાં સુપરવાઈઝર, કૂક, ડ્રાઈવર, વોચમેન તથા સિક્્યુરિટી સ્ટાફની નોકરીની જાહેરાત બહાર પડી છે. તેમણે આ નોકરીઓ માટે નવસારીના કુરેશી નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.

અશોકસિંહે સિંગાપોરમાં સિવિલ એન્જીનિયર તરીકે એક વર્ષના કોન્ટ્રાક્ટ અને ૨૨૦૦ સિંગાપોર ડોલરના પગાર અપાવાની લાલચ આપી ટીકીટ, મેડિકલ ચેકઅપ અને વિઝાના નામે ૭૮,૫૦૦ રૂપિયા માંગ્યા હતા. હાર્દીકે આ રૂપિયા અલગ અલગ સમયે આપ્યા. જે પૈકી એકવાર કુરેશીભાઈ નામનો વ્યક્તિ પણ અશોકસિંહની ઓફિસમાં હાજર હતો.

તપાસ દરમિયાન અશોકસિંહે ૨૭ લોકો પાસેથી ૨૦.૪૭ લાખ રૂપિયા પડાવ્યાં હોવાનું જાણવા મળ્યું હતુ. આનંદનગર પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી અશોકસિંહ જયસિંહ (રહે. બખીરા, ઉત્તર પ્રદેશ)ની શોધખોળ શરૂ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY