હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી જરૂરી નથી? : સુપ્રિમ કોર્ટ

0
67

ન્યુ દિલ્હી,તા.૧૫
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પૂછયું છે કે હોસ્પિટલો દ્વારા દર્દીઓને દવાઓ અને ચિકિત્સાનો સામાન પોતાની જ દુકાને ખરીદવાના આગ્રહ પર શા માટે રોક લગાવવામાં ન આવે? ન્યાયમૂર્તિ એ.એસ.બોબડે અને ન્યાયમૂર્તિ એલ.નાગેશ્ર્વરની પીઠે આ અંગે રજૂ કરાયેલી એક જનહિત અરજી પર પરિક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. અરજીને જન હિતમાં ગણાવતાં પીઠે કેન્દ્ર અને તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરતાં જવાબ દાખલ કરવા માટે કહ્યુ છે.
સિદ્ધાર્થ ડાલમિયા નામના વ્યક્તિ તરફથી રજૂ કરાયેલી આ અરજીમાં કહેવાયું છે કે આ એક એવી સમસ્યા છે જેનાથી દરેક દર્દી અને તેના પરિવારજનોએ ઝઝૂમવું પડે છે. અરજીમાં સિદ્ધાર્થ કહ્યુ કે માતાની સર્જરી અને કેન્સરની સારવારમાં અત્યાર સુધી તે ૧૫ લાખ પિયાનો ખર્ચ કરી ચૂક્યા છે.
સારવાર દરમિયાન તેમણે અનુભવ કર્યો કે હોસ્પિટલ, ન‹સગ હોમ અથવા ચિકિત્સા સેવા આપ્નારી સંસ્થાન દર્દીઓને કયા પ્રકારે લૂંટે છે. હોસ્પિટલો દ્વારા દર્દી અને તેના પરિવારજનોને મજબૂર કરવામાં આવે છે કે તેઓ દવાઓ અને ચિકિત્સાના સાધનો પરિસરમાં આવેલી તેના જ મેડિકલ સ્ટોરમાંથી ખરીદે. એટલું જ નહીં એ સ્ટોરમાં એમઆરપીમાં દવા મળે છે. અરજીકતર્‌ઓનિો આરોપ છે કે આ દવા નિમર્તિાઓની સાંઠગાંઠથી જ થાય છે.
અરજીમાં કહેવાયું છે કે આ સમસ્યાના ઉકેલ માટે કોઈ સચોટ નિયમ નથી તેથી હોસ્પિટલો દર્દીઓને લૂંટી રહી છે. સરકાર આ મામલામાં લોકોને સંરક્ષણ આપવામાં નિષ્ફળ નિવડી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY