દેશભરના આંગણવાડી કેન્દ્રોનું સંચાલન પ્રિ-નર્સરી અને નર્સરી સ્કૂલોના રૂપમાં થશે

0
74

ન્યુ દિલ્હી,તા.૧૫
દેશભરના આંગણવાડી કેન્દ્રોનું સંચાલન હવે પ્રિ-નર્સરી અને નર્સરી સ્કૂલોના રૂપમાં થશે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ બધા કેન્દ્રોને નર્સરી સ્કૂલ તરીકેની માન્યતા આપી દેશે. કેન્દ્રના માનવી સંશાધન વિકાસ મંત્રાલય અને મહિલા-બાળ વિકાસ મંત્રાલય વચ્ચે આ મુદે સૈધ્ધાંતિક સમજૂતી થઈ ગઈ છે. એમ માનવામાં આવે છે કે, આગામી થોડાક જ દિવસોમાં સરકાર તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. દેશમાં અત્યારે અંદાજે ૧૭ લાખ આંગણવાડી કેન્દ્રો ચાલી રહ્યા છે. તેનું સંચાલન મહિલા-બાળ વિકાસ મંત્રાલય મારફત થઈ રહ્યુ છે.
તાજેતરમાં જ સ્કૂલના શિક્ષણમાં નર્સરીને સામેલ કરવામાં આવ્યા બાદ આ પ્રકિયા વધુ ઝડપી બની હતી અને આંગણવાડી કેન્દ્રોને નર્સરીની માન્યતા આપી દેવાની કવાયત શરૂ થઈ હતી.
આ કવાયતના ભાગરૂપે મંત્રાલયોએ કેટલીક રાજ્ય સરકારો સાથે ચર્ચા કરી હતી. આંગણવાડી કેન્દ્રોને નર્સરી સ્કૂલમાં ફેરવવા અંગેનો પ્રસ્તાવ આવ્યા બાદ રાજ્યો સાથે મસલતો શરૂ થઈ હતી.
અત્યારે દેશભરનાં આંગણવાડી કેન્દ્રોમાં અંદાજે ૨૭ લાખથી વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. હવે આ કેન્દ્રોને નર્સરી સ્કૂલોમાં ફેરવી દેવાયા બાદ કર્મચારીઓની પણ પદોન્નતિ થઈ શકશે.
સરકાર ટૂંક સમયમાં જ આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે અને દેશના આંગણવાડી કેન્દ્રોને નર્સરી સ્કૂલોમાં તબદીલ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY