મેહુલ ચોકસી મુશ્કેલીમાં!,એન્ટિગુઆ સરકાર ભારત મોકલવા પર વિચારી શકે છે

0
41

સેંટ જાન્સ,તા.૨૮
ભારતમાં કરોડો રૂપિયાના બેન્ક ગોટાળાના ભાગેડુ આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસી બંને મુશ્કેલીમાં મુકાય તેવા સંજાગોનું નિર્માણ થઇ ગયું છે. ગત સાલ નવેમ્બરમાં એન્ટીગુઆનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર મેહુલ ચોકસીને હવે એન્ટીગુઆ સરકાર જ પોતાને ત્યાં રાખવા માગતી નથી.
ભાગેડુ મેહુલ ચોકસીને ભારત સરકારે વિનંતી કર્યા મુજબ તેનું પ્રત્યાર્પણ ભારતને કરીને તેને પરત મોકલવા માટે એન્ટીગુઆ અને બારમુડા સરકારની કેબિનેટની બેઠકમાં ચર્ચા થઇ હતી. બીજી બાજુ ન્યૂયોર્કની એક બેન્કરપ્સી કોર્ટે અમેરિકામાં નીરવ મોદીની સંપત્તિના કોઇ પણ વેચાણ પર પંજાબ નેશનલ બેન્કના દાવાને મંજૂર રાખ્યો છે.
ભાગેડુ મેહુલ ચોકસીના સંદર્ભમાં એન્ટીગુઆ સરકારે એવો સંકેત આપ્યો છે કે તે મેહુલ ચોકસીને ભારત પરત મોકલવાના કાનૂની અનુરોધ પર વિચારણા કરી શકે છે. ચોકસીએ એન્ટીગુઆનું નાગરિકત્વ મેળવી લીધું છે, પરંતુ હવે ભારતની વિનંતી પર એન્ટીગુઆ તેનું નાગરિકત્વ રદ કરી શકે છે.
અખબારના એક અહેવાલમાં જણાવાયું છે કે એન્ટીગુઆ અને બારબુડા સરકાર ભારત તરફથી કરવામાં આવેલા કાનૂની અનુરોધનો કાયદા મુજબ આદર કરવા શકય તમામ પ્રયાસ કરશે અને આ મુદ્દે તેમની કેબિનેટ બેઠકમાં ચર્ચા-વિચારણા કરી હતી.
અખબારે જણાવ્યું હતું કે મેહુલ ચોકસી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જારી કરવાની સીબીઆઇની અરજી ઇન્ટરપોલ સમક્ષ પડતર છે અને આશા છે કે ઇન્ટરપોલ સત્વરે આ નોટિસ જારી કરી દેશે. એન્ટીગુઆ અને બારબુડાના વિદેશ પ્રધાન ઇ.પોલ કેટગ્રીને જણાવ્યું હતું કે અમે પણ ઇચ્છતા નથી કે ભાગેડુ મેહુલ ચોકસી અમારા દેશમાં રહે. અમે માત્ર ભારત સરકાર તરફથી કાનૂની વિનંતીની રાહ જાઇ રહ્યા છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY