મેલબર્ન,તા.૩૦
આૅસ્ટ્રેલિયાના બૅટિંગ-કોચ ગ્રેમ હિકે ગઈ કાલે પોતાની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૧૫૧ રનના સ્કોરમાં ભારત સામે ઝૂકી ગઈ એનાથી નારાજ થઈને પોતાના બૅટ્સમૅનોને સલાહ આપી હતી કે ‘ભારતનો કૅપ્ટન વિરાટ કોહલી પહેલા દાવમાં ૨૦૪ બાલમાં ૮૨ રનની જે ધૈર્યપૂર્ણ ઇનિંગ્સ રમ્યો એના પરથી તમારે શીખવાની જરૂર છે. એની એ ઇનિંગ્સ જાઈને તમારે તમારી ઇનિંગ્સને કેવી રીતે ડેલવપ કરવી એ વિશે જાગૃત થવું જાઈએ.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન ગ્રેમ હિકે તેના ખેલાડીઓને વધુમાં જણાવ્યું હતું કે ‘વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન વિરાટે પહેલા ૨૦ રન પચીસથી છવ્વીસ બાલમાં બનાવ્યા અને પછીની અભિગમ બદલીને સ્થિતિ મુજબ ઇનિંગ્સ ડેવલપ કરી એ રીતે તમારે પણ રમવું જાઈએ. તમે જા તેના દાવની વિડિયો ન જુઓ અને એના પરથી કંઈક ન શીખો તો એ તમારી ભૂલ કહેવાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



