સ્મિથ પરથી પ્રતિબંધ હટે પછી કેપ્ટન તરીકે વાપસી માટે પોન્ટિંગનું સમર્થન

0
8

મેલબોર્ન,તા.૨૭
સ્ટીવનસ્મિથ અને કેમરુન બેનક્રોફ્ટ દ્વારા બોલ ટેમ્પરિંગ મામલે આપેલા નિવેદનથી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે પરંતુ તેનું માનવું છે કે, બોલ ટેમ્પરિંગનો મામલો ફરી ચર્ચામાં આવવાથી વર્તમાન ટીમનું ધ્યાન ભંગ નહીં થાય.
કેમરુન બેનક્રોફ્ટ અને સ્મિથે પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટને અલગ-અલગ આપેલા ઇન્ટરવ્યૂનો ફોક્સ ક્રિકેટ પર પ્રસારણ કરાયું હતું. બેન ક્રોફ્ટે બોલ ટેમ્પરિંગ માટે ડેવિડ વોર્નરે ઉશ્કેર્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે સ્મિથે દાવો કર્યો હતો કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ અમને જીત મેળવવા માટે દબાણ કર્યું હતું. પોન્ટિંગે કહ્યું કે, મીડિયાના દૃષ્ટિકોણને તમે સમજી શકો છો કે, તેનું પ્રસારણ અત્યારે કેમ કરવામાં આવ્યું છે પરંતુ હું માનું છું કે, વિવાદની ફરી ચર્ચા છતાં ટીમના વર્તમાન ટીમના પ્રદર્શન પર કોઈ અસર નહીં થાય. પોન્ટિંગે આ ઉપરાંત સ્મિથ પરથી પ્રતિબંધ હટી જાય ત્યારે તેનું કેપ્ટન તરીકે વાપસીનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે, જે કંઈ બન્યું તે પછી તે સારા નેતૃત્વકર્તા તરીકે વાપસી કરશે.
વોર્નર પર બેનક્રોફ્ટે આક્ષેપ કર્યો હોવા છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબટ્‌ર્સે કહ્યું કે, ડેવિડ વોર્નરના પ્રતિબંધનો સમય પૂર્ણ થયા બાદ ટીમમાં વાપસી થશે. વોર્નર પર આક્ષેપ છતાં તેને બહાર કરવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે, ભૂતકાળની વાત કરવાને બદલે અમારું ધ્યાન ભવિષ્યને લઈ આ ખેલાડીઓ સાથે કેવી રીતે કામ કરીએ તેના પર છે. રોબટ્‌ર્સે વધુમાં કહ્યું કે, ભારત સામે ચાલી રહેલી સિરીઝ દરમિયાન આ ઇન્ટરવ્યૂ આપવાનો યોગ્ય સમય નહોતો. બેનક્રોફ્ટના આક્ષેપથી કંઈ નવું બહાર આવ્યું નથી. અગાઉ પણ મુખ્ય ષડયંત્રકાર તરીકે વોર્નર પર જ આંગળી ચિંધાઈ હતી અને તેણે જવાબદારી પણ સ્વીકારી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY