પે વે કોઇન કૌભાંડ : છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ

0
334

વડોદરા,તા.૪
વડોદરામાં ડિજિટલ કરન્સી પે વે કોઈનના ટૂંક સમયમાં ભાવ વધવાની લાલચ આપી ગુજરાત ભરમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી પ્રવીણ પટેલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.
પે વે કોઈન નામની ડિજિટલ કરન્સીના હાલમાં ૭ રૂપિયા ભાવ છે અને થોડાક જ મહિનાઓમાં ૧૦૦ રૂપિયા થઈ જશે તેમ જણાવી પ્રવીણ પટેલ સહિતના ૬ આરોપીઓએ મોંઘીદાટ હોટેલોમાં કોન્ફરન્સ યોજી પોતાના રાજકીય લોકો સાથેના ફોટા બતાવી ગુજરાત ભરમાં લોકો પાસેથી કરોડોનું રોકાણ કરાવ્યુ હતું. ત્યારબાદ આપેલા સમયમાં પણ કોઈ ભાવ ન વધતાં લોકોએ ઉઘરાણી શરૂ કરી હતી. જેમાં વડોદરાના ચિરાગ સુવર્ણકારે પણ પોતાના ૧૭ લાખની ઉઘરાણી કરતા પ્રવીણ પટેલ અને અન્ય આરોપીઓએ મારી નાખવાની ધમકી આપી હતી.
જેને લઈને વડોદરા ખાતે ૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદને પગલે પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ મુખ્ય આરોપી પ્રવીણ પટેલ હાથમાં આવતો ન હતો. જેમાં ગત રોજ પોલીસે પ્રવીણ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે માસ્ટર માઈન્ડ પ્રવીણ પટેલની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે, જેમાં મોટા ખુલાસા બહાર આવે તેવી શકીયતાઓ સેવાઇ રહી છે. ક્રાઈમ બ્રાન્ચે હાલ પે વે કોઈન કૌભાંડમાં ધરપકડ કરી છે ત્યારબાદ સુરત ખાતે આવેલ સ્પીતા લેન્ડ પ્રા.લી.માં પણ ધરપકડ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY