કોહલી ઉત્તમ કેપ્ટન છે : સ્ટાર્ક

0
9

મેલબોર્ન,તા.૨૫
આૅસ્ટ્રેલિયાના ફાસ્ટ બાલર મિચેલ સ્ટાર્કે આઈ. પી. એલ. (ઈન્ડીયન પ્રીમિયર લીગ) સ્પર્ધામાં રોયલ ચૅલેન્જર્સ બેંગલોર (આર. સી. બી.)ની ટીમમાં વિરાટ કોહલી જાડે રમ્યા પછી ભારતીય સુકાનીને ‘ઉત્તમ કેપ્ટન’ તરીકે ગણાવ્યો હતો.
પર્થ ખાતેની બીજી ટેસ્ટમાં કાંગારું કેપ્ટન ટીમ પેઈન જાડે કોહલીની મેદાનમાં થયેલી બોલાચાલી ચર્ચાનો વિષય બન્યો હતો અને મિચેલ જહોનસન સહિત કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરે તે મહાન બેટ્‌સમેનની વર્તણૂકની ટીકા કરી હતી. પણ સ્ટાર્કે કોહલીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
“હું તેની જાડે આઈ. પી. એલ.માં થોડી મેચ રમ્યો છું અને તે ઉત્તમ કેપ્ટન છે, એમ તેણે અહીં પત્રકારોને કહ્યું હતું.
સ્ટાર્ક બેંગલોરની ટીમના મુખ્ય બાલર તરીકે ૨૦૧૪માં રમ્યો હતો અને પછી તેની કોલકતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.)ની ટીમે આ વર્ષે પસંદગી કરી હતી.
પણ, ઈજાના કારણે તે ૨૦૧૮ની મોસમમાં રમી શકિયો ન હતો અને કોલકાતાની ટીમે તેને ગયા મહિને છૂટો કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY