મેલબર્ન-દુબઈ,તા.૧૫
એમસીસી ટેસ્ટ ક્રિકેટમાં એક જ પ્રકારના બોલના ઉપયોગને લઇને સહમત છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને પ્રસ્તાવ મોકલ્યો છે. પરંતુ ૧૪૨ વર્ષ જુની આ રમતના ગ્રાઉન્ડની લંબાઇ હાલ સુધી નક્કી કરાઇ નથી. ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા મેલબર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ પણ આ નિયમોને બદલવા જાઇએ. ટેસ્ટમાં ભલે આની અસર ના હોય, પરંતુ વન-ડે અને ટી-૨૦ ક્રિકેટમાં મેચના પરિણામ પર અસર પડે છે. ઓસ્ટ્રેલિયામાં જ્યાં મેદાનની એવરેજ લંબાઇ ૮૦થી ૮૫ મીટર હોય છે, ત્યારે ન્યૂઝીલેન્ડમાં ૫૫-૬૦ મીટર હોય છે.
૧૯૯૨ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ઇંગ્લેન્ડની સામે ૭ બોલમાં ૨૨ રન કરવાના હતા. મેચ પૂર્ણ થાય તે પહેલાં ૧૨ મિનિટ સુધી વરસાદ પડ્યો. આ પછી મોસ્ટ પ્રોડક્ટિવ ઓવર મેથડના (એમપીઓ) નિયમે દક્ષિણ આફ્રિકાને એક બોલ પર ૨૨ રનનો સ્કોર મળ્યો. નિયમ મુજબ પહેલાં બેટિંગ કરવાવાળી ટીમે ઇનિંગ્સમાં જે ઓવરમાં સૌથી ઓછા રન કર્યા હોય છે. બેટિંગ ટીમના એટલાં રન અને ઓવર ઓછી થઇ જાય છે. આ મેચનું પરિણામ પછી એમપીઓનો ખૂબ જ વિરોધ થયો. આ પછી તે ૧૯૯૭માં પહેલીવખત ડકવર્થ લુઇસ નિયમ આવ્યો જે આજ સુધી ચાલે છે.
૧ જાન્યુઆરી ૨૦૦૯થી હાલ સુધીમાં ત્રણ મોટા દેશોમાં અલગ-અલગ બોલથી રમાયેલી ટેસ્ટ મેચનું પરિણામ ડ્યૂક બોલના પક્ષમાં છે. ભારતમાં એસજી બોલથી ૪૮ ટેસ્ટ રમાઇ જેમાં ૩૮નું પરિણામ આવ્યું. એટલે જીત ૭૯ ટકા રહી. ઓસ્ટ્રેલિયામાં રમાતી મેચો કુકાબુરાથી ૫૬ મેચ રમાઇ. ૪૬માં પરિણામ આવ્યું. એટલે લગભગ ૮૨ ટકા રહ્યું. ઇંગ્લેન્ડમાં ડ્યૂક બોલથી આ દરમિયાન ૭૦ મેચ રમાઇ. જેમાંથી ૫૯નું પરિણામ આવ્યું. એટલે ૮૪ ટકા મેચમાં પરિણામ આવે છે. ભારતીય ટીમના કેપ્ટન કોહલી પણ ડ્યૂક બોલના પક્ષમાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





