વાશિંગ્ટન,તા.૧૧
#ME TOO અભિયાનમાં અમેરિકાના પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ પણ જાડાયાં છે. તેમણે જણાવ્યું કે, જાતીય શોષણનો આરોપ લગાવનારી મહિલાઓની વાત ‘સાંભળવી’ જાઈએ અને તેમને સમર્થન આપવાની પણ જરૂર છે. જાકે, સાથે જ પુરુષોને પણ આ તક મળવી જાઈએ કે તેઓ પોતાનો પક્ષ રજૂ કરી શકે.
તેમણે જણાવ્યું કે, આવા આરોપો જ્યારે લગાવવામાં આવે છે ત્યારે ‘નક્કર પુરાવા’ની જરૂર હોય છે અને આરોપ લગાવનારાઓએ ‘પુરાવા’ રજૂ કરવા જાઈએ.
કેન્યા યાત્રા દરમિયાન ‘એબીસી’ એ મેલેનિયાનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ ઈન્ટરવ્યુ બુધવારે ‘ગુડ મો‹નગ અમેરિકા’ પર પ્રસારિત થયો હતો. આ દરમિયાન તેમને પુછવામાં આવ્યું કે, શું તેઓ ‘#ME TOO અભિયાન’નું સમર્થન કરે છે.
મેલેનિયાએ આ સવાલના જવાબમાં જણાવ્યું કે, “હું એ મહિલાઓનું સમર્થન કરું છું અને તેમની વાત સાંભળવી જાઈએ. આપણે તેમનું સમર્થન કરવું જાઈએ. માત્ર મહિલાઓનું જ નહીં પરંતુ પુરુષોને પણ પોતાની વાત રજૂ કરવાની તક મળવી જાઈએ.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર છેલ્લા વર્ષો દરમિયાન અનેક મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ અંગે મેલેનિયાએ જણાવ્યું કે, અત્યારે પુરુષો માટે એક ‘ભયાનક’ સમય ચાલી રહ્યો છે, જ્યાં તેમના ઉપર વર્ષો જૂના આરોપો શોધી-શોધીને લગાવવામાં આવી રહ્યા છે. આ ટિપ્પણી તેમણે બ્રેડ કાવાનાહના સંદર્ભમાં કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



