હીરાના કારખાનેદારે ૨૫ વર્ષ પૂર્ણ કરનાર ત્રણ કર્મીઓને મર્સિડિઝ કારની ભેટ આપી

0
188

વિશ્વાસુ કર્મચારીઓને બિરદાવાયાઃ સવજીભાઈ
સુરત,તા.૨૭
કર્મચારીઓને ભેટમાં કાર, લક્ઝુરિયસ જ્વેલરી અને મકાન ભેટમાં આપવા માટે જાણીતી હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા પોતાના કર્મચારીઓને ભેટમાં મોંઘી લક્ઝુરિયસ મર્સિડિઝ કાર આપવામાં આવી છે. કંપનીમાં ૨૫ વર્ષ પૂર્ણ કરનાર ત્રણ મેનેજરોને ભેટમાં કંપની દ્વારા મર્સિડિઝ કાર આપવામાં આવી છે.
ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, કંપનીમાં છેલ્લા ૨૫ વર્ષથી ફરજ બજાવતાં વિશ્વાસુ અને વફાદાર કર્મચારીઓનું સન્માન કરીને તેમને બિરદાવવામાં આવ્યાં છે. ત્રણેય કર્મચારીઓને કંપની દ્વારા મર્સિડિઝ કાર આપવામાં આવી છે.
મહેશ ચાંદપરા, મુકેશ ચાંદપરા અને નિલેશ જાડા નામના ત્રણેય કર્મચારીઓને મર્સિડિઝ કાર આપવામાં આવી હતી. કંપનીના ત્રણેય કર્મચારીઓને તેમના પરિવારજનોની હાજરીમાં કાર આપવામાં આવી હતી.
અગાઉ પણ હરેકૃષ્ણ કંપની દ્વારા પોતાના કર્મચારીઓને બિરદાવતાં લક્ઝુરિયસ કાર, જ્વેલરી અને મકાન આપવામાં આવ્યાં હતાં. આ અંગે કંપનીના કર્મચારીઓએ જણાવ્યુંહતું કે, કર્મચારીઓના લોયલ્ટી પ્રોગ્રામ અંતર્ગત કર્મચારીઓને દિવાળી પર ભેટ આપવામાં આવતી હોય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY