
કોલકાત્તા,તા.૨૦
પાઠ્યપુસ્તકોમાં છબરડા અવારનવાર થતા હોય છે. પરંતુ આ વખતે એક સ્કૂલ બુકમાં જે છાપવામાં આવ્યું છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
આ ઘટના પશ્ચિમ બંગાળની છે. અહી એક સ્કૂલના પુસ્તકમાં એક ચેપ્ટરમાં મિલ્ખા સિંહ વિષે જણાવવામાં આવ્યું છે, પરંતુ ફોટો એક્ટર ફરહાન અખ્તરનો છાપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મિલ્ખા સિંહના જીવન પર બનેલી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહનો રોલ કર્યો હતો. પબ્લીશરે કદાચ આ જ કારણે અસલી મિલ્ખા સિંહના કારણે ફરહાન અખ્તરનો ફોટો છાપી દીધો. ચોંકાવનારી વાત એ છે કે પુસ્તકના રિવ્યૂમાં પણ આ ભૂલ ન પકડાઈં
કોઈ એક વ્યક્તિએ આ ભૂલનો ફોટો ક્લિક કરીને ફરહાન અખ્તરને ટ્વિટર પર ટેગ કર્યો. ફરહાને આ વાતને ગંભીરતાથી લીધી અને સાંસદ ડેરેક ઓ બ્રાયનને ટેગ કર્યા. સાંસદે ફરહાનને આશ્વાસન આપ્યું કે, આ વાતની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



