પોલીસે બધા જ આરોપીઓની ધરપકડ કરી
રાંચી,તા.૨૦
ઝારખંડનાં લોહરદગામાં બે સગીર બહેનો સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીડિત બહેનો ૧૬ ઓગસ્ટની મોડી સાંજે એક જાણીતી વ્યકિત સાથે બાઇક પર બેસીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ભોક્તા બાગ સબ-વે પૂલ પર પાણી ભરાયા હોવાને કારણે બાઇક ફસાઇ ગયી હતી. જ્યારે બાઇક બંધ પડી ગઇ ત્યારે બહેનોએ બીજી એક જાણીતી વ્યકિતને ફોન કર્યો હતો. ત્યારે તે વ્યકિતએ ૧૧ છોકરાઓને મદદ કરવા માટે પૂલ પર મોકલ્યા હતા.
મદદ કરવાના બહાને તમામ ૧૧ શખ્સો સૂમસામ સ્થળે લઇ ગયા હતા અને ત્યા બંને સગીર સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બધા જ આરોપીઓની વય ૧૮ થી ૨૫ વર્ષ સુધી છે. પોલીસે જણાવ્યું કે, બળાત્કારની ફરિયાદ નોંધીને બધા જ આરોપોની ધરપકડ કરવામાં આવી છે,
ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમિત બડા, કિશોર પ્રવેશ ખાખા, સોહન બાડા, ડબ્લુ. ઉરાંવ, છોટુ ઉરાંવ, પ્રદીપ ઉરાંવ, રોશન બાડા, ભોલા ખાખા, અજય ઉરાંવ, નરેન્દ્ર કુઝુર અને ચંદા ઉરાંવનો સમાવેશ થાય છે. ડીએસપી કુમાર મહલીએ જણાવ્યું કે, પોલીસે બધા જ ૧૧ ઓરોપીઓની ધરપકડ કરી છે, અને આરોપીઓએ પણ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





