સુરત,
તા.૧/૪/૨૦૧૮
હનુમાન જયંતીની રેલીમાં બે જૂથ વચ્ચે અથડામણ
સુરતમાં લીંબાયત વિસ્તારમાં શનિવારની મોડી સાંજે બે કોમના લોકો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. બંને કોમનાં ટોળા આમને-સામને આવી જતાં પથ્થરમારા, તોડફોડ થતાં માહોલ તંગ બન્યો હતો. હનુમાન જયંતી નિમિતે નીકળેલી રેલી દરમિયાન આ ઘટના બની. જ્યાં કેટલાક લોકો નજીકમાં આવેલ મસ્જીદ પર ચઢી ધજા લહેરાવતા મીનારો તૂટી પડયાની ખોટી અફવા ફેલાઈ હતી. આવી કોઈ ઘટના બની ન હતી. પણ આ અફવા ફેલાતાં વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જા કે પોલીસ પર પણ પથ્થરમારો કરાતાં એક પીએસઆઇ સહિત કોન્સ્ટેબલને પણ ઇજા થઈ હતી.
પરિસ્થતિને થાળે પાડવા પોલીસે બળ પ્રયોગ કરવાની નોબત આવી હતી. આ ઘટનામાં આઠ તોફાની તત્વોની અટકાયત કરી છે. અને ઘટનાની તપાસ હાથ ધરી છે. માહોલ વધુ તંગ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ બને કોમના અગ્રણીઓની બેઠક પણ રાતોરાત બોલાવી હતી. જ્યાં બને કોમના લોકોએ પણ આ ઘટના પાછળ અસામાજિક તત્વોનો હાથ હોવાનું જણાવી ઘટનાનું ખંડન કર્યું હતું.
ઘટનાના પગલે આસપાસના લોકોમાં પણ ભયનું વાતાવરણ ઉભું થયું હતું. જેમાં તોફાની ટોળા દ્વારા સામાન્ય નાગરિકોના વાહનોને નિશાન બનાવવામા આવ્યા હતા. ટોળા દ્વારા આશરે ચાર વાહનોમાં તોડફોડ કરી ભારે નુકશાન પોહચાડવામાં આવ્યું હતું. તો જે વ્યક્તિના વાહનમાં તોડફોડ કરાઈ તે વ્યક્તિએ જણાવ્યું કે પંદર જેટલા પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે હાજાર હતા. જેની સામે પોતાની ફોર વ્હીલને ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે આ ટોળા ને રોકવા સુધીની તસ્દી લીધી ન હતી.
લીંબાયત વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાના આશયથી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી જાઈ શકાય છે. જા કે પોલીસે સીસીટીવી ફૂટેજ પણ હાલ કબ્જે લઈ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"