આવતા વર્ષથી વડોદરામાં વારાણસીની જેમ ગંગા જેવી મહાઆરતી યોજાશે

0
112

વડોદરા,
તા.૧/૪/૨૦૧૮

સુરસાગરના બ્યુટીફિકેશન સાથે ન્યાય મંદિર કોર્ટ બિલ્ડંગને જાડી દેવાશે

વડોદરા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવનુ બ્યુટીફિકેશન કરવાથી તેની કાયાપલટ થઈ જશે. જે વડોદરામાં આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. આવતા વર્ષથી સુરસાગર ખાતે દર મહિને આવતી શિવરાત્રીએ વારાણસીની જેમ મહા આરતી યોજાશે. જે ભક્તમય માહોલ ઊભો કરશે. તેમજ ત્યાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. તળાવ કિનારે બનનારા ઘાટ પર એક સાથે ૧૫ હજાર લોકો બેસીને તેનો લ્હાવો લઈ શકશે.

અગાઉ સુરસાગરનુ બ્યુટીફિકેશન માટેના પ્રયાસ કરાયા હતાં, પરંતુ કોઈક કારણસર તેમાં સફળતા મળી ન હતી. હવે સુરસાગરનુ બ્યુટીફિકેશન કરીને તેની કાયાપલટ કરવાનુ સ્વપ્ન પૂર્ણ થાય તે દિશામાં કોર્પોરેશન કામ કરી રહી છે. મ્યુનિ. કમિશનર ડો. વિનોદ રાવની સૂચનાથી ફ્યુચરીસ્ટીક પ્લાનિંગ સેલના એક્ઝીક્યૂટિવ એન્જનિયર ધીરેન તળપદા અને કાર્યપાલક ઈજનેર પરેશ પટેલ સહિતની ટીમે સુરસાગરના બ્યુટીફિકેશનના મુદ્દે આખો પ્રોજેક્ટ હાથ પર લીધો છે.

હાલમાં સુરસાગરનુ બ્યુટીફિકેશન ચાલી રહ્યું છે. હાલમાં પ્રિન્સ સિનેમા અને મ્યુઝિક કોલેજ બાજુએ જ ઘાટ છે. હવે બ્યુટીફિકેશનના ભાગરૃપે તળાવની ચારે બાજુએ ઘાટ બનાવાશે. તેમજ ગ્રાઉન્ડ લેવલ પર ૧૩ મીટરની ઘાટની લંબાઈ હતી તે ઘટાડીને ૧૦ મીટર કરાશે. ઘાટ પર દરેક સ્ટેપ એક મીટરનો રહેશે.

મ્યુનિ.કમિશનર ડો. વિનોદ રાવે કહ્યું હતું કે, સુરસાગર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. ત્યાં બનનારા ઘાટ પર એક સાથે ૧૦ હજારથી ૧૫ હજાર લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા રહેશે. તેમજ આવતા વર્ષથી ત્યાં વારાણસીની જેમ મહાઆરતી કરવાનુ આયોજન છે.

સુરસાગરનુ બ્યુટીફિકેશન થવાનુ છે તેની સાથે હાલમાં ખાલી પડી રહેલી ન્યાય મંદિર કોર્ટ બિલ્ડંગને જાડી દેવાનો પ્રયાસ કરાશે. સુરસાગરથી ન્યાય મંદિર કોર્ટને જાડતો ઝીબ્રા ક્રોસીંગ તેમજ લાઈટીંગ કરાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY