મિનાટિટલાન,તા.૨૦
મેકિસકો શહેર અને હિંસા લગભગ એકબીજાના પર્યાય બની ગયા છે. મેકિસકોના હિંસા પ્રભાવિત વેરાક્રુઝમાં એક પરિવાર દ્વારા ચાલી રહેલી પાર્ટી પર કેટલાક અજાણ્યા શખ્સોએ આવીને ફાયરિંગ કરતા એક બાળક સહિત ૧૩ વ્યકિતના મોત નિપજ્યા હતા.
લોક સુરક્ષા સચિવાલયે જણાવ્યા મુજબ મિનાટિટલાન ખાતે એક પરિવાર સ્નેહમિલન દરમિયાન ઉજવણીમાં વ્યસ્ત હતો તે જ વખતે બંદૂકધારીઓનું ટોળું આવી પહોંચ્યું હતું અને તેમણે સ્થાનિક બારના સંચાલક અલ બેકી વિશે પૂછપરછ કરી હતી. થોડી જ વારમાં તેમણે ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
આ ફાયરિંગમાં પાંચ મહિલા તેમજ સાત પુરુષ અને એક બાળકના મોત થયા હતા. આ ઉપરાંત અન્ય ચાર ઘાયલ થયા હતા. ફાયરિંગ પાછળનો હેતુ હજી સુધી સ્પષ્ટ થઈ શકિયો નથી. વેરાક્રુઝમાં સંગઠીત ગુનાખોરીનું પ્રમાણ ચરમસીમા પર છે અને છાશવારે ડ્રગ સપ્લાય કરતી ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બનતી રહે છે. એક રેકોર્ડ મુજબ ૨૦૦૬થી અત્યાર સુધીમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ફેલિપ કાલ્ડેરોન દ્વારા ડ્રગ માફિયાઓ સામેની કાર્યવાહી હેઠળ અઢી લાખથી વધુ લોકોના મોત થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



