કાનપુર,તા.૨૦
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કાનપુર લોકસભા બેઠકથી પાર્ટી ઉમેદવાર શ્રીપ્રકાશ જયસ્વાલના સમર્થનમાં રોડ શો કર્યો હતો. મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ સરકાર કાનપુરને સ્માર્ટ સિટી બનાવી રહી છે પરંતુ અત્યાર સુધી કાંઈ થયું નથી. યુવાનો બેરોજગાર છે અને દેવાના બોજ હેઠળ દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપ સરકાર માત્ર દેખાડો કરે છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમની સરખામણી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે ન કરી શકાય પરંતુ તે ઇન્દિરા ગાંધીના પદચિહ્નો પર અવશ્ય ચાલશે. હું ઇન્દિરાજીની સરખામણીએ કશું જ નથી. કોઈ પણ તેને અમારી વચ્ચેથી દૂર કરી શકશે નહીં. અમે તમારી સેવા કરવાનું ચાલુ રાખીશું.
રોડ શો દરમિયાન તેમણે સંબોધનમાં જણાવ્યું કે અમે ગરીબો માટે ૭૨ હજાર રૂપિયાનું વચન આપ્યું છે. પરંતુ ભાજપ કહે છે કે પૂરતા પૈસા નથી, તેમ છતાં તેમની પાસે ઉદ્યોગપતિઓને આપવા માટે ૩૦૧૭ કરોડ રૂપિયા છે. બે પ્રકારની સરકાર હોય છે. એક જે જનતાની પ્રગતિ માટે કામ કરે છે અને બીજી જે માત્ર તેની પ્રગતિની ચિંતા કરે છે. કોંગ્રેસ જનતા માટે કામ કરે છે, જ્યારે ભાજપ માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે.
તેમણે કહ્યું, હું વારાણસી ગઇ હતી જ્યાં મોદીજી વડાપ્રધાન હોવા છતાં કોઈ વિકાસ કરી શકિયા નથી. તેમણે માત્ર ૧૫ કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો. જ્યારે કોંગ્રેસ સરકારના સમયમાં ૧૫૦ કિલોમીટર લાંબો રસ્તો બન્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



