મોરબીમાં ત્રણ સ્થળે જુગાર દરોડા, ૧૧ પત્તાપ્રેમી રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપાયા

0
499

મોરબી પંથકમાં બારેમાસ દારૂ-જુગારની મોસમ ચાલતી હોય છે અને આવી બદીઓને નાબુદ કરવા માટે પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં મોરબીમાં ત્રણ સ્થળે દરોડા કરી પોલીસે ૧૧ જુગારીઓને ઝડપી રોકડ જપ્ત કરી છે.
મોરબીના વિસીપરા વિસ્તારમાં રાત્રીના લાઈટના અજવાળે બેસી જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કરતા અલીમામદ ઉર્ફે ડાડો જુમા સુમરા, જાવીદ રફીક ગાજીવાલા, ઇમરાન વલીમામદ હોકાવારા, રસુલ નુરમામદ મિયાણા અને રજાક આમદ કાસમાણી રહે બધા વિસીપરાવાળાને ઝડપી લઈને રોકડ રકમ ૨૯,૮૦૦ અને છ મોબાઈલ કીમત ૬૦૦૦ મળીને કુલ ૩૫,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
જયારે એ ડીવીઝન પોલીસે કબીર ટેકરી નજીક જાહેરમાં જુગાર રમતા શબીર ચાનીયા, રાજેશ વધેર, તોફીક ચાનીયા અને ચેતન કોળી એમ ચારને ઝડપી ૧૫૧૦ ની રોકડ જપ્ત કરી છે તેમજ કબ્રસ્તાન નજીક નોટ નંબરી જુગાર રમતા મનોજ ડાભી અને રમેશ ભરવાડને દબોચી લઈને ૨૨૫૦ ની રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY