મિરયાલગુડા,તા.૩૦
મનમોહનસિંહની સરકારમાં ૧૧ જેટલી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હોવાનો દાવો તેલંગાણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે કર્યો છે. તેમણે કહ્યું કે, મનમોહનસિંહની સરકારમાં ૧૧ વખત આતંકવાદીઓ પર પ્રહાર કરવામાં આવ્યો.
જો કે, મનમોહનસિંહની સરકાર સર્જિકલ સ્ટ્રાઈકનો ચૂંટણીલક્ષી ફાયદો લેવામાં માહેર નહોતી. કેસીઆર મનમોહનસિંહની સરકારમાં શ્રમ અને રોજગાર પ્રધાન રહ્યા છે. કેસીઆરે આ પ્રકારનો દાવો તેલંગાણાના મિરયાલગુડામા આયોજિત એક જનસભામાં કર્યો હતો.
કેસીઆરનું આ પ્રકારનું નિવેદન એવા સમયે સામે આવ્યુ જ્યારે મોદી સરકારે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી. આ ઉપરાંત કેસીઆરે રેલીમાં મોદી સરકારની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ હિંદુવાદની રાજનીતિ કરી રહ્યું છે. મોદી સરકારે માત્ર વાયદા કર્યા છે. જેથી આ સરકારને દેશની જનતા હટાવવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



