ગાંધીનગર,
તા. ૦૯/૦૩/૨૦૧૮
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તમામ પોલીસ ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ શિસ્તબધ્ધ અને સક્રિય રીતે કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવી શકે તે માટે નિયમિત રીતે પરેડનું આયોજન થવું ખુબ જરૂરી છે.
રાજયના દરકે શહેર/રેન્જ/જીલ્લાના પોલીસ વડાશ્રીઓને ગુજરાત મેન્યુઅલ ભાગ-૧ નિયમ ૧૩૩માંની સૂચનાઓ ઉપરાંત રાજયના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા એક પરિપત્ર કરી જીલ્લા/શહેરમાં દર સોમવાર પી.ટી. પરેડ તથા દર શુક્રવારના દિવસે ફુલ ડ્રેસમાં સેરેમોનીયલ પરેડ રાખવા આદેશ કરવામાં આવેલ છે.
સોમવાર તથા શુક્રવાર પરેડ માટે, નાઇટ રાઉન્ડમાં ફરજ બજાવેલ પોલીસ અધિકારી/ કર્મચારીઓ સિવાયના વધુમાં વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ પરેડમાં સામેલ થાય તેમજ ખાસ કરીને નવા ભરતી થયેલ લોકરક્ષકો પરેડમાં ૧૦૦ ટકા હાજરી આપે તે પોલીસ અધિક્ષક તથા પોલીસ કમિશનરશ્રીએ સુનિશ્ચિત કરવાનું રહેશે.
જીલ્લા કક્ષાએ મુખ્ય મથક ખાતેની પરેડમાં પોલીસ અધિક્ષકશ્રી અથવા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) અને કમિશનરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનરશ્રીએ કે તેથી ઉપરી કક્ષાના અધિકારીએ હાજર રહી પરેડનું ઇન્સ્પેકશન કરવાનું રહેશે. પોલીસ અધિક્ષકશ્રીએ અચૂક રીતે અઠવાડીયામાં એક વખત પરેડનું ઇન્સ્પેકશન કરવાનું રહશે. રેન્જ વડા એ અઠવાડીયામાં એક વખત તેમના હસ્તકના જીલ્લા પૈકી કોઇપણ એક જીલ્લાની પરેડમાં હાજર રહી પરેડનું ઇન્સ્પેકશન કરવાનું રહેશે. કમિશનરેટ વિસ્તારમાં પોલીસ કમિશનરશ્રીએ મહિનામાં ઓછામાં ઓછા એક દિવસ પરેડમાં હાજર રહી પરેડનું ઇન્સ્પેકશન કરવાનું રહેશે.
જીલ્લામાં મુખ્ય મથક ઉપરાંત સબ-ડીવીઝન કક્ષાએ પણ સોમવાર અને શુક્રવારના દિવસે પરેડનું આયોજન કરવાનું રહેશે. ડીવીઝનના સંબંધિત નાયબ પોલીસ અધીક્ષક એ અચૂક રીતે અઠવાડીયામાં એક વખત પરેડનું ઇન્સ્પેકશન કરવાનું રહેશે. બાકીના દિવસે ડીવીઝનના સીનીયર પોલીસ ઇન્સ્પેકટર પરેડનું ઇન્સ્પેકશન કરે તેવું આયોજન કરવાનું રહેશે. આવી ડીવીઝન કક્ષાની પરેડમાં દરેક પોલીસ સ્ટેશનના હાજર મહેકમના ઓછામાં ઓછા ૩૦ ટકા માણસો હાજર રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. મહિનામાં ઓછામાં ઓછા એક વખત તમામ કર્મચારીઓ પરેડમાં ભાગ લે તેવી રીતે ‘રોટેશન’ માટેની યોગ્ય સ્કીમ બનાવવી. ડીવીઝન કક્ષાએ પણ નવા ભરતી થયેલ લોકરક્ષકો પરેડમાં ૧૦૦ ટકા હાજરી આપે તે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુનિશ્ચિત કરશે. પરેડની મોબાઇલ ફોનથી ફોટોગ્રાફી કરી, તે ફોટાગ્રાફસ તથા સંવર્ગવાર હાજરીની વિગત જીલ્લા મુખ્ય મથકને તે જ દિવસે કલાક ૧૦-૦૦ સુધીમાં મોકલી આપવાના રહેશે.
કમિશનરેટ વિસ્તારમાં એક થી વધુ પોલીસ મુખ્ય મથક/પરેડ ગ્રાઉન્ડ ઉપલબ્ધ હોય તો તેવા તમામ પરેડ ગ્રાઉન્ડ પર પરેડનું આયોજન કરવાનું રહેશે. આવી પરેડમાં દરેક પોલીસ સ્ટેશનના હાજર મહેકમના ઓછામાં ઓછા ૩૦ ટકા માણસો હાજર રહે તેમજ શહેર કક્ષાએ પણ નવા ભરતી થયેલ લોકરક્ષકો પરેડમાં ૧૦૦ ટકા હાજરી આપે તે પોલીસ કમિશનર સુનિશ્ચિત કરશે.
જે લોકરક્ષકોની પરેડ યોગ્ય ન જણાય તેવા લોકરક્ષકો માટે અનુકૂળ સમયે પરેડ સુધારવા માટે એકસ્ટ્રા ડ્રીલનું પણ આયોજન કરવાનું રહેશે. જેમાં પરેડ, માર્ચીંગ, સેલ્યુટ, હથિયાર, તોડ/જોડ, હથિયાર સફાઇ, આર્મ્સ ડ્રીલ વગેરેની તાલીમ અને મહાવરો આપવાનો રહેશે. જયાં સુધી આવા જવાનની પરેડ યોગ્ય ન થાય ત્યાં સુધી તેમને નિયમિત રીતે તમામ પરેડ અને એકસ્ટ્રા ડ્રીલમાં ભાગ લેવાનો રહેશે. જો જીલ્લામાં પુરતી સંખ્યામાં એડીઆઇ (ઉસ્તાદ) અને ડ્રીલ ઇન્સ્ટ્રેકટર ન હોય તો જવાનોમાંથી યોગ્ય ઉમેદવારોને પસંદગી કરી તેમને કરાઇ ખાતે એડીઆઇની તાલીમ માટે મોકલવા તથા જીલ્લાના હાજર એડીઆઇ પૈકી જે લોકોને વિશેષ તાલીમની જરૂર હોય તેમને પણ કરાઇ ખાતે વધુ તાલીમ માટે મોકલવાનું અયોજન કરવાનું રહેશે.
પરેડ પૂર્ણ થયા બાદ પરેડનું ઇન્સ્પેકશન કરનાર અધિકારીશ્રીએ પોલીસ લાઇનની વિઝીટ કરવાની રહેશે. જીલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકશ્રી અથવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મુખ્ય મથક) પોલીસ લાઇનની વિઝીટ દરમ્યાન હાજર રહેશે. અને લાઇનના પ્રશ્નો વિશે અપેક્ષિત કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરશે. કમિશનરેટ વિસ્તારમાં સામાન્ય રીતે પોલીસ લાઇનની સંખ્યા વધુ હોવાથી પોલીસ કમિશનરશ્રી તરફથી દરેક પોલીસ લાઇનની વિઝીટ/ સુપરવિઝન માટે શહેરના નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારી પૈકી દરેક અધિકારીશ્રીની લાઇન દીઠ હોદ્દા જોગ લાઇન વિઝીટ કરવા સારૂ નિયુકિત કરવાની રહેશે. આ પ્રમાણે નિયુકત થયેલ અધિકારીશ્રીએ મહિનામાં ઓછામાં ઓછા એક દિવસ પરેડ બાદ તેઓને નિયુકત થયેલ પોલીસ લાઇનની વિઝીટ કરવાની રહેશે. લાઇન વિઝીટ દરમ્યાન ધ્યાનમાં આવેલ પ્રશ્નો અને તે સંદર્ભે થયેલ નિવારાત્મક કાર્યવાહીનો રીપોર્ટ માસના અંતમાં ડીજીપીશ્રીની કચેરીને મોકલી આપવાનો રહેશે.
પરેડ બાદ હાજર સૌથી સિનિયર અધિકારીશ્રીએ જવાનોના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ કરવાનું રહેશે. કમિશનરેટ/જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવેલ તમામ પરેડના ફોટોગ્રાફ તથા આવી તમામ પરેડમાં હાજર રહેલ અધિકારી/કર્મચારીઓની સંવર્ગવાર આંકડાકીય વિગત તથા પરેડનું ઇન્સ્પેકશન કરનાર અધિકારી નું નામ/હોદ્દાની વિગત સ્ટેટ કન્ટ્રોલ રૂમને તે જ દિવસે કલાક ૧૨-૦૦ વાગ્યા સુધીમાં મળી જાય તે રીતે સ્ટેટ કન્ટ્રોલ રૂમના મોબાઇલ નંબર ૯૯૭૮૪૦૬૦૮૨ ઉપર વોટસએપથી મોકલવાની રહેશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"