10 MLA ગમે ત્યારે કોંગ્રેસ સાથે ફાડી શકે છે છેડો

0
144

2019ની લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગેમ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને વન બાય વન મળવાનું નક્કી કર્યું હતું. ચર્ચા એવી છે કે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને એપ્રોચ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસના 10 ધારાસભ્યો સોફ્ટ ટારગેટ હોવાની ભાજપે છણાવટ કરી છે. આ ઉપરાંત અન્ય આઠ ધારાસભ્યોને પણ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે જે ભાજપને લોકસભાની ચૂંટણીમાં ફાયદો કરાવી શકે. ભાજપના કેટલાક નેતાઓએ શુક્રવારે મીટીંગ કરી હતી અને લોકસભાની ચૂંટણીની તૈયારી માટે રૂપરેખા ઘડવાનું શરૂ કર્યું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે કોંગ્રેસના 10 ધારાસભ્યો શા માટે ભાજપ જોઈન કરશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના મેજીક નંબર સુધી પહોંચી શકી નથી અને 99 પર વાર્તા પુરી થઈ. વિધાનસભાની સરખામણી કરવામાં આવી તો ભાજપને 15 સીટો પર ભારે પીછેહઠ કરવી પડે એમ છે. 2014માં ભાજપે 26માંથી 26 બેઠક અંકે કરી હતી. પરંતુ 2019માં આ સ્થિતિ યથાવત રહેશે તે અંગે ભાજપના નેતાઓને આશંકા છે. એટલા માટે જ ભાજપની નેતાગીરી દ્વારા 2019ની ચૂંટણી માટે અત્યારથી જ ગેમ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા ચર્ચા પ્રમાણે ભાજપે કોંગ્રેસના 10 ધારાસભ્યોનો દાણો ચાંપીને જોયો છે. ભાજપને 2019માં 26માંથી પાછી 26 બેઠક મળે તે વિશે રાજકીય વિશ્લેષકો પણ આશંકિત જોવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની તરફ વાળવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. એવું મનાય છે કેટલાક પાટીદાર અને ઉજળિયાત ધારાસભ્યોને ભાજપ દ્વારા એપ્રોચ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં પોતાની શક્તિ વધારી રહી છે. આવતા મહિનાથી વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી સંવાદ યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે હાલ કોંગ્રેસ ધણી ધોરી વગરની બની ગઈ છે. કોંગ્રેસમાં ડેમેજ કન્ટ્રોલના નામે ફીંફાં ખાંડવામાં આવી રહ્યા છે.

ભાજપના સિનિયર નેતાએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ અમારા સંપર્કમાં છે. તેઓ ગમે તે ઘડીએ કોંગ્રેસ છોડી શકે છે. ચોક્ક્સ સમયે આ ડેવલમેન્ટ અંગે લોકોને જાણ થશે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા અથવા આવતા બજેટ સેશન બાદ કોંગ્રેસના ધારાસભ્યોનું ઓપરેશન પાર પાડવામાં આવી શકે છે. આ ધારાસભ્યો ગમે ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે.

ભાજપના નેતા આગળ કહે છે કે આ અમારી ચૂંટણી જીતવાની રણનીતિનો ભાગ છે અને આમાં જરા પણ ખોટું નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોંગ્રેસના ધારાસભ્યોને વન બાય વન મળ્યા છે અને તેમની વાત જાણવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY