ભરૂચમાં મચ્છળોનો વિવાદ ફરીથી ઉછળ્યો : જાગૃત નાગરિકોને પોલીસે નજરકેદ કર્યા

0
136

ભરૂચ:
ઘણાં સમયથી ભરૂચમાં અસહ્ય મચ્છળોનો ત્રાસ કાયમ છે અને પ્રજા આ મચ્છળો ના ત્રાસથી કંટારી ગઈ છે. જોકે નાગરિકોની અનેકો વખત રજુઆતો કરવામાં આવી છતાં તંત્ર કોઈ નક્કર પગલા ભરીને મચ્છરોના ત્રાશથી ભરૂચની જનતાને મુક્તિ અપવવામાં નિષ્ફળ રહ્યાં હોઈ એમ લાગી રહ્યું છે. જોકે આ બાબતે ભરૂચ નગરપાલિકા અને આરોગ્ય ખાતું બંને મોંન સેવી રહ્યા હોઈ એમ દેખાય રહ્યું છે. જેથી ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા એક અનોખો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર હતો. જેમાં આ નાગરિકો ભરૂચ નગરપાલિકા પ્રમુખ આર.વી.પટેલના ઘરે જઈ રાત્રી રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ નાગરિકો એ અગાઉ જ નગરપાલીકા પ્રમુખને ટેલીફોનીક ચર્ચા કરી જણાવ્યું હતું કે આવનાર બે દિવસમાં મચ્છળોના ઉપદ્રવને રોકવામાં નિષ્ફળ રહ્યા તો નગરપાલિકા પ્રમુખના ઘરે સૂવા જશે. જેથી આ જાગૃત નાગરિકો પ્રમુખના ઘરે પહોચે તે પહેલા પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યાં હતા. જેથી આ મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાની એરણે છે.
જોકે પ્રજાના સ્વાસ્થની ચિંતા તંત્રની રહેલી છે અને મળતી માહિતી મુજબ રોજના અસંખ્ય મલેરિયા અને ડેન્ગ્યુંના કેસ ભરૂચની હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે. જોકે આખરે પ્રજા સરકારી વેળો પણ ભરે અને દવાખાનાં ના મસમોટા બીલ પણ ભરે આતો કેવી તંત્રની બેદરકારી.
રિપોર્ટર: પ્રજ્ઞેશ પાટણવાડિયા, ભરૂચ.
મો. ૭૪૦૫૨૬૨૨૦૧

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY