સુરત, તા.૨૪
શહેરમાં મનપાના બે સ્થળે બાંધકામ દરમિયાન દુર્ઘટના બનવા પામી હોવાનું અમરોલી પોલીસ મથકે અકસ્માત મોતની નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ગઈકાલે શહેરમાં મનપાના બે સ્થળે બાંધકામ દરમિયાન દુર્ઘટના બની હતી. સિટીલાઈટ અણુવ્રત દ્વારા પાસે એન્ટ્રીગેટનો સ્લેબ ધરાશાયી થતા એક બાળકીનું મૃત્યુ થયું હતું અને ૧૧ મજૂરો ઘાયલ હતાં. જ્યારે બીજા બનાવમાં અમરોલી ઉત્રાણ એસ.એમ.સી.ના નવા બંધાતી બિલ્ડિંગમાં કામ કરતા મજૂર યુવકને માથામાં લોખંડનો સામાન વાગતા મૃત્યુ મૃતક મજૂર પ્રકાશ ભુરાભાઈ કલારા (રહે. પાલીગામ, સચીન) સંદર્ભે અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




