સુરત, તા.૨૪
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલ તાપી નદીના તમામ કેચમેન્ટ એરિયામાં ગત ચોવીસ કલાક દરમિયાન વરસાદનો વિરામ નોîધાયો છે. ત્રણ-ચાર દિવસ અગાઉ થયેલ ભારે વરસાદના પગલે હથનુર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીની આવકથી ઉકાઈ ડેમમાં છેલ્લા સપ્તાહ દરમિયાન ૧૩ ફૂટનો વધારો નોંધાયો છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ ૨૧ ગેજસ્ટેશન પૈકી એક પણ ગેજસ્ટેશનમાં વરસાદ નોંધાયો નગથી. મેઘરાજાએ સતત ત્રણ-ચાર દિવસ સુધી ધોધમાર વરસાદ વરસાવ્યા બાદ ગતરોજ સવારથી વિરામ લીધો છે. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજે સવારે ૨૧૧.૪૭ મીટરની સપાટી નોંધાઈ છે. હથનુરમાંથી તાપી નદીમાં ૨૭૨૪૫ કયુસેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્ના છે. છોડવામાં આવેલ પાણીની આવકથી ઉકાઈ ડેમની ધીમી ગતિએ સપાટી વધી રહી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે. આજે બપોરે ૧૨ કલાકે ઉકાઈની સપાટી ૩૧૩.૨૯ ફૂટ નોંધાઈ છે. ડેમમાં ઉપવારસથી ૮૨,૨૧૩ કયુસેકની આવક થઇ રહી છે. ધીમ ગતિએ ઉકાઈની સપાટી વધી રહી છે. ગત એક સપ્તાહ દરમિયાન જ ઉકાઈની સપાટી સડસડાટ ૧૩ ફૂટ જેટલી વધી છે. આજે પણ ઉકાઈ ડેમ ભયજનક સપાટી ૩૪૫ ફૂટ કરતા ૩૩ ફૂટ અને રૂલ લેવલ કરતા ૨૩ ફૂટ જેટલો ડેમ ખાલી છે. હવામાન વિભાગ દ્વારા ઉપરવાસમાં વરસાદની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી તેમ છતાં ઉકાઈ ડેમમાં આગામી બે દિવસ સુધી પાણીની આવક થતી રહેશે જેથી ડેમની સપાટીમાં બેથી ત્રણ ફૂટનો વધારો થવાની શક્યતા
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



