જે દિવસે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન દોડશે તે દિવસે ભારત-જાપાનની મિત્રતાને ચમકાવતો સંકેત હશે : આબે
ટોક્યો,તા.૨૮
બે દિવસની જાપાન મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદી રવિવારે યામાંશી પ્રાંતમાં પોતાના સમકક્ષ શિંજે આબેને મળ્યાં. હોટલ માઉન્ટ ફુજીમાં મુલાકાત દરમિયાન મોદીએ આબેને બે હસ્તનિર્મિત પથ્થરની વાટકી ગિફ્ટમાં આપી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના વણકરો દ્વારા બનાવવામાં આવેલી શેતરંજી પણ આપી. જે બાદ બંનેએ ફેક્ટરી ઓટોમેશન બનાવનારી ફાનુક કોર્પોરેશનની મુલાકાત કરી.
આબે એ કહ્યું કે ભારત એક વૈશ્વિક શક્તિના રૂપમાં અને દુનિયાની સમૃદ્ધિના રસ્તે ચાલી રહ્યો છે. આબે એ કહ્યું કે તેઓ સ્વતંત્ર અને ઓપન હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવાની દિશામાં કામ કરવા ઇચ્છુક છે. આબે એ કહ્યું કે જે દિવસે મુંબઇ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન દોડશે તે દિવસ ભારત-જાપાનની મિત્રતાને ચમકાવતો સંકેત હશે.
મોદીને ભારતના ઉત્કૃષ્ટ નેતા ગણાવતા આબે એ કહ્યું કે તેમનું હંમેશા માનવું છે કે જાપાન અને ભારતના સંબંધમાં દુનિયાને ઘણું બધું આપી શકવાની ક્ષમતા છે. આપને જણાવી દઇએ કે પીએમ મોદી જાપાનની બે દિવસની મુલાકાત પર છે. જાપાનના પીએમ શિન્ઝો આબે એ આ સંદર્ભમાં આ વાતો કહી છે. આબે એ કહ્યું કે જાપાન અને ભારતની વચ્ચે સુરક્ષા, રોકાણ, આઇટી, કૃષિ, સ્વાસ્થ્ય, પર્યાવરણ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ આગળ વધારશે.
આબે એ કહ્યું કે જાપાન ભારતના આર્થિક વિકાસ અને પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયા પ્રયાસને પોતાનું સમર્થન આપવા માટે પ્રતિબધ્ધ છે. આબે એ કહ્યું કે આપણે બધા ક્ષેત્રોમાં સારી સ્થિતિમાં છીએ અને જાપાન ભારતની આર્થિક વૃદ્ધિ અને તેની (જાપાનની) વિશ્વ અગ્રણી ટેકનોલોજીનો ઉપયોગ કરી હાઇ-સ્પીડ રેલ, ભૂમિગત માર્ગો અને અન્ય અવસંરચનાઓના માધ્યમથી પીએમ નરેન્દ્ર મોદીની મેક-ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
આબે એ કહ્યું કે જે દિવસે સહયોગના માધ્યમથી જાપાની શિંકનસેન બુલેટ ટ્રેનો મુંબઇથી અમદાવાદની વચ્ચે દોડશે તે દિવસ ભારત-જાપાનની ભવિષ્યમાં મિત્રતાનો ચમકતો સંકેત હશે. જાપાની નેતાના સંદેશમાં કહ્યું ગઇકાલથી જાપાનની મુલાકાત પર આવેલા વડાપ્રધાન મોદી મારા સૌથી વિશ્વાસપાત્ર મિત્રોમાંથી એક છે. આખી જાપાન સરકારની તરફથી તેમનું ઉષ્માભેરક સ્વાગત કરવાનું મારું સૌભાગ્ય છે. આબે એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મળીને હું ખુલ્લા અને મુકત હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે જાપાન-ભારતના સહયોગને મજબૂત કરવા માંગીશ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




