મોદી રાજમાં આયકર રિટર્ન ભરનારાની સંખ્યા સાત કરોડે પહોંચી

0
99

ન્યુ દિલ્હી,તા.૯
અર્થ વ્યવસ્થાને પાટા પર લાવવાની સાથે સાથે મોદી સરકારે કરચોરી રોકવામાં પણ મોટી સફળતા મેળવી છે. એનડીએ સરકારના ફકત ચાર વર્ષમાં આવકવેરા રીટર્ન ભરનારની સંખ્યા બમણી થઇ ગઇ છે. યુપીએ સરકારના કાર્યકાળમાં ત્રણ કરોડની આજુબાજુ રહેતી રીટર્ન ભરનારની સંખ્યા હવે સાત કરોડે પહોંચવા આવી છે. ખાસ વાત તો એ છે કે છેલ્લા એક વર્ષમાં લગભગ એક કરોડ નવા કરદાતાઓએ રીટર્ન ભર્યા છે. જયારે પરોક્ષ કર હેઠળ રજીસ્ટર્ડ કરદાતાઓની સંખ્યામાં પણ જીએસટી લાગુ થયા પછી વધારો થયો છે.
નાણા મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રેકોર્ડ સંખ્યામાં ૬.૮૬ કરોડ રીટર્ન ભરાયા છે. ૨૦૧૭-૧૮ના છેલ્લા બે દિવસોમાં ૫૬ લાખ કરદાતાઓએ રીટર્ન ભર્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૫.૪૮ કરોડ રીટર્ન ભરાયા હતા. આમ, એક વર્ષમાં આમાં ૨૫ ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારના કાર્યકાળમાં નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માં ફકત ૩.૭૯ કરોડ આવકવેરા રીટર્ન ભરાયા હતા. આમ ૨૦૧૩-૧૪ થી ૨૦૧૭-૧૮ વચ્ચે રીટર્નમાં ૮૧ ટકાનો વધારો થયો છે. આટલા મોટા પ્રમાણમાં રીટર્ન ભરાયા હોય એવું પહેલીવાર થયું છે. બીજી બાજુ જીએસટી અમલી બન્યા પછી પરોક્ષ કરદાતાઓની સંખ્યા પણ વધી છે. જીએસટી લાગુ થયા પહેલા, વેટ, કેન્દ્રીય ઉત્પાદ અને સેવાકર હેઠળ ૬૫ લાખ કરદાતા હતા, જે જીએસટી લાગુ થયા પછી એક કરોડ થી વધારે થઇ ગયા છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY