જૂનાગઢ,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સવારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ તેઓ વલસાડના ધરમપુર પહોંચ્યા હતા. જ્યાં સિંચાઇ યોજના સહિંત લાખો લોકોને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. બાદમાં તેઓ જૂનાગઢ જવા રવાના થયા હતાં. ત્યાં તેઓએ ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “જુનાગઢમાં આગમન થાય અને અમારા નારસિંહભાઈ પઢિયારને મળવાનું ન થાય એ બન્યું નથી. આ ધરતીનું સંતાન નારસિંહભાઇએ સમાજ માટે કેવી રીતે જીવાય એ શિખવાડું છે. હું જૂનાગઢમાં આવ્યો છું સામે બેઠેલા મારા જૂના સાથીઓને જાઇ રહ્યો છું. એક પોતાપણાનો અનુભવ આમે ગીરનારનો સાદ જ એવો હોય છે જેમાં જુદાપણું ન હોય.”વડાપ્રધાને કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું હતું કે ૭૦ વર્ષ પહેલા અમારી સરકાર બની હોત તો દેશ બીમાર પડ્યો ન હોત.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે ધરમપુરમાં અદભુત પ્રસંગમાં હાજરી આપવાનો અવસર મળ્યો છે. એક જ દિવસમાં એક જ કલાકમાં ૫૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ એ આ દેશ બદલાઇ રહ્યો છે. એનું જીવતું જાગતું ઉદાહણ છે. જૂનાગઢના જીવનમાં આ સિવિલ હોસ્પિટલ એક કેન્દ્ર બિન્દુ બન્યું છે. નવ વર્ષના ટૂંકાગાળામાં મેડકિલ કોલેજા ઊભી કરાવનું સપનું પુરું થતું જાય છે.
મોદીએ જનઔસદ્ધી કેન્દ્રોની વાત કરી હતી. જેનાથી મધ્યમ વર્ગના લોકોના પરિવારના ઘરમાં ૭૦થી ૮૦ ટકા સુધી બચત થવા લાગી છે. તેમણે જણાવ્યું હતું કે, “અગાઉની સરકારને મધ્યમ પરિવારના લોકોને દવાના બોજની ચિંતા ન્હોતી પરંતુ અમારી સરકારે જનઔસદ્ધી કેન્દ્રો ખોલીને લોકોને મોંઘવારીના મારમાંથી બચાવી છે.
આયુસ્યમાન ભારત યોજના અંગે પણ વડાપ્રધાન મોદીએ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું “પરિવારમાં કોઇએક વ્યક્તિને ગંભીર રીતે બીમાર પડે તો તે આખો દેવા નીચે દબાઇ જશે. આયુસ્યમાન ભારત યોજનાનો લાભ દેશના લોકોને થશે. જેનો ટ્રાયલ ચાલું થઇ ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે” આગામી સરકારે એવો નિયમ બનાવ્યો કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્ધોગ ન નાખવો મને ગર્વ છે કે ગુજરાતની ડેરીઓએ બીજા રાજ્યોમાં પણ કામ કરવાનું ચાલું કર્યું છે. હિન્દુસ્તાનના ખેડૂતમાં તાકાત છે પથ્થર પર પાડુ મારી સોનું ઉપજાવે છે. અત્યાર સુધી મધના ઉત્પાદન માટે પ્રોત્સાહન ઉત્પાદન કરીને ખેડૂત વધારાની કમાણી કરાવી છે. આ ઉપરાંત ભારતના ખેડૂતને સિંચાઇની જરૂર છે જે માટે અમે ૯૯ જેટલી યોજનાઓ અમે શોધી કાઢી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




