વલસાડ,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ સુરત એરપોર્ટથી સુધી વલસાડ ગયા હતા. વલસાડમાં સભામંચ પરથી તેમણે વિવિધ યોજાનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. ધરમપુર-કપરાડા માટે તેમણે ૫૮૬ કરોડ રૂપિયાની સિંચાઇ યોજનનાનું ખાતમૂહૂર્ત કર્યું હતું. મધુબન જળાશય આધારિત આ યોજનાથી વલસાડના ૧૭૪ ગામોની પાણીની સમસ્યાને ઉકેલ આવશે.
મોદીએ રાજ્યના ૨૪ જિલ્લાઓના ૧ લાખ ૧૫ જહાર લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કર્યું હતું. વલસાડના સભામંચ પરથી જ પી.એમ. નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી રાજ્યના ૨૪ જિલ્લાના લાભાર્થીઓને ઇ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
બે દિવસ પછી રક્ષા બંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યાર બહેનો ભેગી થઇને મોટી રાખડી લઇને આવ્યા છે. જેના માટે તેમના હૃદયથી આભાર માનું છું. રક્ષાબંધનનો પર્વ સામે હોય ત્યારે એક લાખથી વધારે પરિવારોને પોતાનું ઘર મળે. આમે રક્ષાબંધનના પર્વ પર બહેનો માટે આ સૌથી મોટી ભેટ ગણી શકાય. એક લાખથી વધારે પરિવારનોને આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ઘરની ભેટ આપીને હું ખુબ જ સંતોષ અનુભવું છે. ઘર ન હોંવું એની પીડા કેવી હોય છે. જીવન કેવું પીડા દાયક હોય. જીવન અંધકારમય હોય છે. સવારે ઉઠીયે ત્યારે એક સપનું હોય છે પરંતુ સાંજને આ સપનું કરમાઇ જાય છે.
૬૦૦ કરોડની યોજના પણ એક પ્રકારે બહેનો અને માતાઓને ભેટસોગાત છે. પાણીની સમસ્યા સૌથી વધારે માતાઓ-બહેનોને વેઠવી પડે છે. ઘરમાં પાણીની વ્યવસ્થા મહિલાઓને જ કરવી પડે છે. પીવાનું પાણી ન હોવાના કરાણે ઘર એ બીમારીઓનું ઘર બની જાય છે.
મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે હું મુખ્મમંત્રી બન્યો હતો ત્યારે મે નક્કી કર્યં હતું કે ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી બેલ્ટમાં પાણી પહોંચાડવાની યોજના છે. આ યોજના અંતર્ગત ૨૦૦ માળ ઉંચાઇ પાણી પહોંચાડવું એ ટેક્નોલોજીનો કમાલ છે. આજે આ ૧૦ યોજનાઓ પૈકી છેલ્લી યોજનાનું ખાતમુહૂર્ત થઇ ગયું છે.
કોંગ્રેસના સમયમાં પાણીની ટાંકી હતી પણ પાણી ન મળતું હતું. જે પાણી બીજેપીની ગુજરાત સરકારે પૂરું કર્યુંનું પણ જણાવેલ. માત્ર અડધા કલાકમાં આખા ગુજરાતની યાત્રા કરી. તેમણે કહ્યું કે દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તે ૧૦૦ પૈસા ગરીબના હાથમાં જાય છે. ગરીબને બેન્ક ખાતું ન હતું પણ ભાજપની સરકારે ગરીબો સુધી જ બેન્ક પહોંચાડી. દેશની ગરબી હટાવવા ગરીબો સશકિતકરણ ચલાવ્યું છે. ગુજરાતના લોકોએ મારી પરવરિશ કરી છે, તમારી પાસેથી શીખ્યો છું, સપના પુરાં કરવાનો પ્રયાસ કર્યો છે. ઘર ન હોય તો જિંદગી અંધકારમય લાગે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



