અમદાવાદ,તા.૧૦
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ભારતમાં કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે તો બીજી બાજુ અન્ય સમુદાયોએ પણ ભારત બંધના સમર્થનમાં કોંગ્રેસને ટેકો આપ્યો છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ‘મોદી તેરી દાદાગીરી નહીં ચલેગી’ના સુત્રોચ્ચાર સાથે ભારત બંધને સમર્થન આપ્યું છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારત બંધ ઉગ્ર અને હિંસક બન્યું છે. કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યા છે. તો કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ ભારત બંધને સમર્થન આપવા માટે બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણીએ‘ પેટ્રોલ ડીઝલનો ભાવ પાછો ખેંચો’, ‘મોદી તેરી દાદાગીરી- હિટલરશાહી નહી ચલેગી…નહી ચલેગી’, ‘જા હિટલર કી ચાલ ચલેગા વો હિટલર કી મોત મરેગા’ના સુત્રોચ્ચાર સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો. સાથે લોકશÂક્ત જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



