ગરુડેશ્વર તાલુકા ના સમારીયા ગામના મોદી ભક્ત ખેડૂતે પોતાની ફૂલ ની વાડી માં મોદીના નામના ફૂલના છોડ ઉગાડ્યા
200 ×100 ચો.મી.માં લેમન ગલગોટા ના ફૂલ વચે કેસરી ગલગોટા વડે પી એમ મોદી નું નામ ઉભા છોડ વાવી દર્શાવ્યું
પી એમ મોદી અને સી એમ રૂપાણી એમના ખેતર ની મુલાકાતે આવે એવા દ્રઢ આશય થી ત્રણ મહિના ની ખેતી માં મોદી ના નામનો ઉલ્લેખ કર્યો
રાજપીપળા : નર્મદા જિલ્લા માં એક તરફ આદિવાસી સંગઠનો દ્વારા સ્ટેચ્યુ નો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ગરુડેશ્વર તાલુકા ના સમારીયા ગામના એક ખેડૂત અને મોદી ભક્ત એવા ઉપેન્દ્રસિંહ કેસરીસિંહ ગોહિલ દ્વારા પોતાની ફૂલો ની ખેતી ની વાડી માં ત્રણ મહિના ની મેહનત બાદ હાલ સ્ટેચ્યુ ના લોકાર્પણ માટે આવતા પી એમ મોદી માટે ગલગોટા ના છોડ દ્વારા મોદી ના નામનો ઉલ્લેખ કરતા છોડ ઉભા કર્યા છે જેમાં આજુબાજુ માં લેમન ગલગોટા ના છોડ અને વચ્ચે જ્યાં મોદી નું નામ છે ત્યાં કેશરી ગલગોટા ના છોડ ઉગાડી પોતાની મોદી ભક્તિ વ્યક્ત કરી હતી
ઉપેન્દ્રસિંહ ના જણાવ્યા મુજબ 200 ×100 ચોરસ મીટર ની જગ્યા માં એમને ત્રણ મહિના ની મેહનત બાદ પી એમ મોદી ના નામનો ઉલ્લેખ કરતા ફૂલ ના છોડ ઉગાડ્યા છે અને પી એમ મોદી અને રૂપાણી તેમના ખેતર ની મુલાકાતે આવે એવો પણ તેમને આશાવાદ વ્યક્ત કરતા પોતાની મોદી પ્રત્યે ને લાગણી ને ફૂલો દ્વારા વ્યક્ત કરી હોવાનું જણાવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




