ન્યુ દિલ્હી,તા.૧૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. તેનાથી ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થા ભારત સરકારનાં સચિવને સમકક્ષ થઈ જશે.
મંત્રીમંડળે કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થાં ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી મોંઘવારી ભથ્થું, દર મહિને રૂ. ૪,૦૦૦નાં દરથી સત્કાર ભથ્થું અને સ્થાનિક ભથ્થાને જાડીને દર મહિને પ્રાપ્ત થનાર રૂ. ૮૦,૦૦૦થી વધારીને નવું મોંઘવારી ભથ્થું, દર મહિને સત્કાર ભથ્થું રૂ. ૪,૦૦૦ અને ભારત સરકારનાં સચિવ રેન્કનાં અધિકારીઓને મળનાર સ્થાનિક ભથ્થાની સાથે દર મહિને રૂ. ૨,૨૫,૦૦૦ કરવાનાં પ્રસ્તાવની મંજૂરી આપી દીધી છે. તે એવી શરતને આધીન રહેશે કે કુલ ભથ્થા (સરકારી ભથ્થું અને સ્થાનિક ભથ્થાં સિવાય) રાજ્યના રાજ્યપાલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતા કુલ વળતર કરતાં વધી જશે નહીં.
કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થા ભારત સરકારનાં સચિવ રેન્કનાં અધિકારીઓને સમકક્ષ થાય છે. છેલ્લી વખત ૧ જાન્યુઆરી, ૨૦૦૬નાં રોજ કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા સાથે ઉપરાજ્યપાલોનો પગાર અને ભથ્થું દર મહિને રૂ. ૨૬,૦૦૦ (નિર્ધારિત)થી વધારીને મોંઘવારી ભથ્થું, દર મહિને સત્કાર ભથ્થું રૂ. ૪,૦૦૦ અને સ્થાનિક ભથ્થાને મેળવીને દર મહિને રૂ. ૮૦,૦૦૦ કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા સચિવ રેન્કનાં અધિકારીઓનો પગાર ૧-૧-૨૦૧૬થી સીસીએસ (સંશોધિત) પગાર નિયમ, ૨૦૧૬ અનુસાર દર મહિને રૂ. ૮૦,૦૦૦થી વધારીને દર મહિને રૂ. ૨,૨૫,૦૦૦ કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






