ફેસબુક એકાઉન્ટ નથી તેવા યુઝર્સનો પણ ડેટા કલેક્ટ કરે છે ફેસબુક ઃ માર્ક ઝકરબર્ગ

0
28

સાન ફ્રાન્સસ્કો,તા.૧૨
જા તમે ફેસબુક વાપરો છો તો તમારો ડેટા ફેસબુક પાસે છે. જા તમે ફેસબુક નથી વાપરતા તો પણ ઈન્ટરનેટ વાપરો છો તો પણ તમારો ડેટા ફેસબુક પાસે હશે. અ થોડું અટપટું લાગી શકે છે, પરંતુ આ જ સચ્ચાઈ છે. ફેસબુકના ઝ્રઈર્ં માર્ક ઝકરબર્ગે પોતે આ વાત માની છે.
કેÂમ્બ્રજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલના વિવાદમાં ફેસબુકના ઝ્રઈર્ં માર્ક ઝકરબર્ગ અમેરિકી કોંગ્રેસના પ્રશ્નોના જવાબ માટે બીજા દિવસે પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન બીજા ઘણા તીખા પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમાં એક પ્રશ્ન ફેસબુક એવા યુઝર્સના પણ ડેટા કલેક્ટ કરે છે જેનું એકાઉન્ટ ફેસબુક પર નથી.
કોંગ્રેસના એક મેમ્બરે આ પ્રશ્ન પૂછ્યો હતો, ‘આ માનવામાં આવ્યું છે કે તમે નોન ફેસબુક યુઝર્સનો પણ ડેટા કલેક્ટ કરો છો. તો શું આવી સ્થિતિમાં કોઈ યુઝર્સ જેનું એકાઉન્ટ ફેસબુક પર નહોય અને તે એવું કરી શકે જેનાથી ફેસબુક પર તેનો ડેટા ન જઈ શકે?
આ પ્રશ્નનો જવાબ આપતા માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે, ‘કોઈ પણ યુઝર્સ એડ આપવામાં આવેલા ડેટા પર કંટ્રોલ કરી શકે છે અને ધારે તો નાપસંદ પણ કરી શકે છે. પછી ભલે તે યુઝર્સ આમારી સર્વિસ વાપરે છે કે નથી વાપરતો, પરંતુ લોકોને યુઝર્સની પÂબ્લક જાણકારીઓ ટ્રેક કરવાથી બચાવવા માટે જાણવાની જરૂર છે કે જયારે કોઈ વારંવાર આપણી સર્વિસ એક્સેસ કરવાની કોશિશ કરી રહ્યો હોય.
તીખા પ્રશ્નોને આગળ વધારતા કોંગ્રેસના મેમ્બર લુઝાને માર્ક ઝકરબર્ગને પૂછ્યું, ‘તમે જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાનો ડેટા કંટ્રોલ કરી શકે છે, પરંતુ તમે તેવા યુઝર્સનો પણ ડેટા કલેક્ટ કરો છો જે ફેસબુક પર છે જ નહિ, જેમણે તમારી પ્રાઈવસી એગ્રીમેન્ટ પર સહી કરી નથી, શું તમે એમનો પણ ડેટા કલેક્ટ કરો છો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY