ન્યુ દિલ્હી,તા.૧૪
ડાલરની સરખામણીએ ભારતીય ચલણ રુપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાંક સમયથી જાણકારો જેની આશંકા વ્યક્ત કરી રહ્યાં હતાં કે, રુપિયો ૭૦ને પાર થશે તે આશંકા આખરે સાચી પડી રહી છે. અને મંગળવારે ડોલર સામે રુપિયો પ્રથમ વખત ૭૦નો આંક વટાવી ગયો છે.મંગળવારે ડાલરની સરખામણીએ રુપિયો થોડો મજબૂત રહ્યો અને કારોબારની શરુઆત ૬૯.૮૫ના સ્તરે કર્યા બાદ રુપિયામાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટની શરુઆતમાં રુપિયો ફરી એકવાર નબળો પડવાની શરુઆત થઈ હતી. અને એક સમયે ડાલરની સરખામણીમાં રુપિયો ૭૦.૦૭ના સ્તરે પહોંચી ગયો હતો.
ગત પાંચ વર્ષોમાં રૂપિયામાં આ એક દિવસમાં થયેલો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ ઓગસ્ટ ૨૦૧૩માં રૂપિયો એક દિવસમાં ૧૪૮ પૈસાના ઘટાડા સાથે બંધ થયો હતો. રૂપિયો ગત વર્ષે ડાલરની તુલનામાં ૫.૯૬ ટકાની મજબૂતાઇ નોંધાવી હતી. જે હવે ૨૦૧૮ની શરૂઆતમાં સતત નબળો રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી રૂપિયો ૧૦ ટકા સુધી તૂટી ચુક્્યો છે. તેવામાં આ મહિને ડાલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધી ૧૬૪ પૈસા તૂટી ચુક્્યો છે.
હકીકતમાં રુપિયામાં નોંધાયેલા આ ઘટાડા માટે તુર્કી ક્રાઈસિસ જવાબદાર છે. તુર્કી ચલણમાં નોંધાયેલા ઘટાડાએ અમેરિકન ડોલરને મજબૂત કરવાનું કામ કર્યું છે. જેની સીધી અસર ભારતીય કરન્સી પર જાવા મળી છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તુર્કીમાં શરુ થયેલું આર્થિક સંકટ વિશ્વના અર્થતંત્ર ઉપર પણ પ્રતિકુળ અસર કરી શકે છે.
એવી પણ અટકળો ચાલી રહી છે કે ફોરેક્સ કામકાજમાં રૂપિયામાં તીવ્ર વેચવાલીનું દબાણ જાવા મળ્યું હતું જેને પગલે ઓપન માર્કેટમાં રિઝર્વ બેન્કે પણ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૭૦ના લોએસ્ટ લેવેલે ગગડ્યો હતો. જેથી ખ્યાલ આવ્યો હતો કે હજુ સુધી ભારતીય ચલણમાં વેચવાલી અટકી નથી.
કરન્સીમાં રોકાણ કરનારાઓ મુજબ રિટેલ ઇન્ફ્લેશનના નવા આંકડાઓથી સ્થાનિક અર્થવ્યવસ્થામાં સુધારની શક્્યતા દેખાઈ રહી છે જેના કારણે રૂપિયામાં સુધાર જાવા મળી રહ્યો છે. શક્્યતા છે કે આગામી મોનેટરી રિવ્યૂમાં ભારતીય રિઝર્વ બેન્ક નીતિગત વ્યાજ દરોને ન વધારે. જુલાઈમાં રિટેલ ઇનફ્લેશ ૪.૧૭% રહી છે જે છેલ્લા ૯ મહિનાના નિમ્ન સ્તરે છે.
ડોલરના મજબૂત થવાથી ક્રૂડ ઓઇલ પણ મોંઘું થશે. એટલે જે દેશો કાચા તેલની આયાત કરે છે, તેમને હવે પહેલા કરતાં (ડોલરની સરખામણીએ) વધુ નાણાં ખર્ચ કરવા પડશે. ભારત જેવા દેશના દ્રષ્ટિકોણથી જાવામાં આવે તો જા ક્રૂડ ઓઇલ મોંઘું થશે તો સ્પષ્ટ રીતે મોંઘવારી વધવાની સંભાવના છે.
રૂપિયો નબળો થાય તો ડોલરની સામે ભારત જે પણ વસ્તુઓ માટે ચૂકવણી કરે છે, તે પણ મોંઘી થઇ જશે. એટલે કે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી પણ આ રાહતના સમાચાર નથી. ટુંકમાં, સરળ શબ્દોમાં ભારતનું ઇમ્પોર્ટ બિલ વધી જશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



