મોહાલી,તા.૨
આઇપીએલ સિઝન ૧૨ની દિલ્હી અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. પંજાબની ટીમે દિલ્હી કેપિટલ્સને ૧૪ રનથી હારવ્યુ, આ મેચમાં સૌથી મોટો ફાળો સેમ કુરેનનો રહ્યો.
સેમ કુરેનને ૨.૨ ઓવરમાં માત્ર ૧૧ રન આપીને દિલ્હીના ૪ ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા, આ દરમિયાન સેન કુરેને આઇપીએલ ૧૨ની પહેલી હેટ્રિક પણ પોતાના નામે કરી હતી. આ સાથે જ સેમ કુરેન આઇપીએલમાં સૌથી નાની ઉંમરે હેટ્રિક લેનારો ખેલાડી બની ગયો હતો.
કુરેને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડતા ૨૦ વર્ષ અને ૩૦૨ દિવસમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, તેને ૨૨ વર્ષ, ૬ દિવસમાં આ કારનામું કર્યુ હતુ.
દિલ્હીએ ટાસ જીતીને પહેલા બાલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પંજાબની ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૬૬ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૫૨ રને જ સમેટાઇ ગઇ હતી. આ સાથે પંજાબની ટીમ ૧૪ રનથી જીતી ગઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




