આજે ચોથી વન ડે, આજે ભારત ઓસી.સામે સિરીઝ જીતવા ઉતરશે

0
181

ભારત અત્યારે સીરીઝમાં ૨-૧થી આગળ
મોહાલી,તા.૯
ટીમ ઇન્ડિયાનો રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં આૅસ્ટ્રેલિયા સામે ૩૨ રને પરાજય થયો હતો. તો હવે વિરાટ બ્રિગેડને સીરીઝ જીતવા માટે વધુ રાહ જાવી પડશે. ઉલ્લેખનીય છે કે રાંચીમાં ભારતીય ટીમ પાસે ૩-૦થી સીરીઝ જીતવાની સારી તક હતી, પરંતુ તેઓ ધોનીને તેના હામગ્રાઉન્ડ પર સીરીઝ જીતવાની ભેટ આપી શકી નહીં. રાંચીમાં જીત્યા બાદ આૅસ્ટ્રેલિયાઈ ટીમ પાસે પણ હજુ સીરીઝ જીતવાની તક છે. ભારત અત્યારે સીરીઝમાં ૨-૧થી આગળ છે. ચોથી વન ડે આજે મોહાલીનાં આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાશે. આજની મેચમાં ભારત મહત્વનાં બદલાવ કરી શકે છે.
ટીમ ઇન્ડિયાનાં આૅપનર ફાર્મમાં નથી. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી છેલ્લી ૩ વન ડેમાં ફક્ત ૭૩ રન જ જાડી શકી છે, જે તેમનું સૌથી નિરાશાજનક પ્રદર્શન છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ટીમ મેનેજમેન્ટ આૅપનિંગમાં કોઇ જ બદલાવ કરવા નહીં ઇચ્છે. આ કારણે તે એકવાર ફરી ધવન અને રોહિત પર વિશ્વાસ રાખશે.
કેપ્ટન વિરાટ કોહલી ખુદ નંબર-૩ પર આવશે, જેણે સતત ૨ વન ડે મેચોમાં સદી ફટકારી છે. ગત મેચમાં કોહલીએ પોતાની વન ડે કેરિયરનું ૪૧મું શતક ફટકાર્યું હતુ, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. કોહલીએ ૯૫ બોલમાં ૧૨૩ રન બનાવ્યા, જેમાં ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગો સામેલ હતો.
અંબાતિ રાયડૂની વાત કરીએ તો તેને વિશ્વ કપમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે ૨ વધારે મેચ મળશે કે કેમ તે મુશ્કેલ છે. રાયડૂ સતત નિષ્ફળ જતા અન્ય ખેલાડીઓને તક મળી શકે છે. રાયડૂનાં નબળા ફાર્મનો ફાયદો કેએલ રાહુલને મળી શકે છે. જો કે રાહુલે ફક્ત ૩ વખત જ વન ડેમાં નંબર ૪ પર બેટિંગ કરી છે. ટી-૨૦માં તેણે નબંર-૪ પર સારું પ્રદર્શન કર્યું છે. ટી-૨૦માં નંબર-૪ પર બેટિંગ કરવા દરમિયાન તેની એવરેજ ૮૭.૦૦ છે.
ઋષભ પંતને આ મેચમાં એમએસ ધોનીની જગ્યાએ સામેલ કરવામાં આવશે તે નક્કી છે, કેમકે માહીને આૅસ્ટ્રેલિયા સામેની છેલ્લી ૨ વન ડેમાં આરામ આપવામાં આવ્યો છે. ઋષભ પંત નંબર-૫ પર બેટિંગ કરવા માટે ઉતરી શકે છે. સાથે વિકેટકીપિંગની જવાબદારી પણ તેના ઉપર હશે.
કેદાર જાધવે નંબર ૬ પર ના ફક્ત બેટિંગ સારી કરી છે, પરંતુ તેણે જરૂરિયાત સમયે બોલિંગથી પણ ટીમમાં મહત્વની ભૂમિકા નીભાવી છે. જાધવની આ ખાસિયત તેની વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ કરવાની દાવેદારી મજબૂત બનાવી શકે છે.
વિજય શંકર આ મેચમાં આૅલરાઉન્ડરની ભૂમિકામાં સામેલ હશે, જે મીડિયમ પેસ બાલિંગની સાથે સાથે ૭ નંબર પર ટીમ ઇન્ડિયાની બેટિંગને મજબૂત બનાવી શકે છે.
આ મેચમાં રવીન્દ્ર જાડેજાની જગ્યાએ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે. જાડેજા આપાવામાં આવેલી તકોનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો. જાડેજા બોલિંગ-બેટિંગ બંનેમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો. રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ આવવાથી કુલદીપ યાદવને પણ મદદ મળશે.
ઝડપી બોલર્સમાં પણ બદલાવ કરવામાં આવી શકે છે. મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં ભુવનેશ્વર કુમારને સામેલ કરવામાં આવી શકે છે. જે જસપ્રીત બુમરાહ સાથે આૅસ્ટ્રેલિયા પર ભારે પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY