ગુરુગ્રામ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી જજનાં પત્નીએ ધમકાવતા સુરક્ષા ગાર્ડે ચલાવી હતી ગોળી : ગુરુગ્રામ પોલીસ

0
8

ગુરુગ્રામ,તા.૧૭
ગુરુગ્રામના જજની પત્ની અને પુત્ર ઉપર ગોળી ચલાવાના મામલામાં ગુરુગ્રામ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ડીજીપી ક્રાઇમ સુમિતે જણાવ્યું હતું કે, ગનર મહિપાલ છેલ્લા દોઢ વર્ષથી જજના પીએસઓ હતા. તેમણે જણાવ્યું કે, એસઆટિીની ટીમ સતત આરોપી મહિપાલ સાથે પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, જજના પરિવારને માર્કેટમાં છોડીને ચાલ્યો ગયો હતો. ખાસા સમય પછી તે પાછ આવ્યો ત્યારે જજની પત્નીએ તેને ધમકાવ્યો હતો.
એટલા માટે મહિપાલને ગુસ્સો આવ્યો હતો. અને જજના પરિવાર ઉપર ગોળી ચલાવી દીધી હતી. મહિપાલને પહેલાથી કોઇ હત્યાનો પ્લાન ઘડ્યો ન્હોતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિપાલે પોતે જ કબુલ્યું છે કે, જજનો પરિવાર ખુબ જ સારો હતો.
મહિપાલે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, જજના પરિવારે અત્યારસુધી ક્યારેય તેને હેરાન કર્યો નથી. જ્યારે મહિપાલ પણ ઘટના બન્યા પછી ફરાર થવાની સંપૂર્ણ કોશિશ કરી હતી. મહિપાલે જજના પુત્ર ધ્રુવને ઉઠાવીને લઇ જઇ રહ્યોહતો. કારણ કે પુરા નષ્ટ કરવા ઇચ્છતા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY