મોનાકો,તા.૧૯
દિગ્ગજ ટેનિસ ખેલાડી બોરિસ બેકરને લાગે છે કે ભારતીય ટેનિસના ત્રણ મોટા ખેલાડીઓ લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાએ પોતાના મતભેદ ભૂલીને દેશમાં આ રમતના સુધારા માટે કામ કરવું પડશે. છેલ્લા ત્રણ દાયકાથી સિંગલ્સમાં એકપણ વિશ્વ સ્તરીય ખેલાડી નહીં આપનાર ભારતમાં આ રમતના સુધાર વિશે વાત કરતા બેકરે કહ્યું ત્રણેય (ડબલ્સ નિષ્ણાંતો)ને ટેનિસને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કરવું પડશે.
જર્મનીના આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, ટેનિસમાં ભારતની સફળતાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. તમારી પાસે મોટી સંખ્યામાં ખેલાડીઓનો પૂલ હોવો જોઈએ. તેમાંથી કોઈ આગળ જઈને ટાઇટલ જીતી શકે. હાલના સમયમાં આમ થતું દેખાતું નથી. આ સાથે હું તે પણ કહીશ કે આપણે થોડી રાહ જાવી જાઈએ.
તેમણે કહ્યું, ભારતમાં ટેનિસ ખૂબ લોકપ્રિય છે. લગભગ સાનિયા, ભૂપતિ અને પેસ જેવા ખેલાડીઓએ કંઇક કરવાની જરૂર છે. મને ખ્યાલ છે કે, તેની વચ્ચે વિવાદ છે પરંતુ ટેનિસના સ્તરને સુધારવાની આ એક રીત છે. જર્મની અને ફ્રાન્સમાં પણ આવું થાય છે કે પૂર્વ ખેલાડી રમત વહીવટમાં જાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



