મુંબઈ,તા.૨૧
અજય દેવગણની કામેડી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર રીલીઝ થયું છે. ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત અનિલ કપૂર અને માધુરી દીક્ષિત પણ જાવા મળશે. ફિલ્મનાં ટ્રેલર પહેલા તેના બે પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યા હતા. પોસ્ટર જાઇને લાગે છે કે ફિલ્મમાં જંગલની થીમ રાખવામાં આવી છે. હાથીથી લઇને કોબરા સુધી સૌ આ પોસ્ટર્સમાં જાવા મળી રહ્યા છે.
કામેડી ફિલ્મ ‘મસ્તી’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ જેવી હિટ ફિલ્મો આપનારા ઇન્દ્ર કુમારે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ ૨૨ ફેબ્રુઆરીનાં રોજ રીલીઝ થવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં લાંબા સમય બાદ અનિલ કપૂર અને માધુરી દીક્ષિત જાવા મળશે.
અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ નવા પોસ્ટર્સ શેર કર્યા છે, પરંતુ સૌથી ખતરનાક લૂક અજય દેવગણનો સિંહ સાથે રેમ્પવાક કરતો છે. અજય દેવગણ રેમ્પવાક કરી રહ્યો છે તો અરશદ વારસી અને જાવેદ જાફરી કોબરા સાથે જાવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલરની વાત કરીએ તો તે ઘણું જ શાનદાર છે. ફિલ્મનાં ટ્રેલર પરથી લાગે છે કે ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવશે. ફિલ્મમાં અજય દેવગણ, અરશદ વારસી અને જાવેદ જાફરી દર્શકોનાં પૈસા વસૂલ કરી દેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




