પંચમહાલનું કાલોલ વરસાદથી બેહાલ,૧૦૦થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યું

0
23


પંચમહાલ,તા.૨૩
પંચમહાલના કાલોલ નગરમા આવેલ તળાવ છલકાઈ ગયુ છે. નજીકમાં આવેલ ઇન્દિરા નગર વસાહતમાં આવેલ રહેણાંક ઘરોમાં અને રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. અને અમુક પરિવારોને અહીથી સ્થળાંતર કરી બીજે જવુ પડયુ છે.
પંચમહાલમાં સારો વરસાદ થયો છે. કાલોલમાં મેઘ મહેર થતા નગરનુ તળાવ છલકાઇ ગયુ છે. જેથી તળાવ નજીક આવેલ ઇન્દિરા નગર વસાહતમાં ૧૦૦થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયુ છે. તેના કારણે અહીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યા દેખો ત્યા પાણી પાણી જોવા મળી રહયુ છે.
અહી અમુક ઘરોની અંદર બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે. ૩૦થી વધુ પરિવારોએ અહીથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભલે વરસાદે વિરામ લીધો છે. પણ અહી હાલ પણ વરસાદી પાણી ભરાઈ ગયેલા છે. આ સમસ્યા અહી વર્ષોથી હોવા છતા આ સમસ્યા હલ થઈ નથી. ફરી વખત આ ચોમાસાની ઋતુમાં અહી પાણી ભરવાનો સીલ સીલો યથાવત રહયો છે.
નગર પાલિકા સહિતનુ અન્ય જવાબદાર તંત્ર ક્યારે પોતાની ફરજ અદા કરે છે તે તો જોવું જ બની રહયુ છે. હાલ તો અહીના લોકોનો આક્રોશ તંત્ર સામે જોવાઈ રહ્યો છે. સાથે આવનાર ચૂંટણીમાં અમે વોટ નહી નાખી તેમ પણ અહીંના રહીશો કહી રહ્યાં છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા કોઇ ઉપાય કરવામાં આવ્યો નથી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY