મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસરની નિમણુક કરવાની માંગ

0
387

શહેર કોંગ્રસ સમિતિએ કરી માહિતી કમિશ્નરને રજૂઆત

મોરબી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય જેને પગલે પ્રજાની સુખાકારીના કામો ટલ્લે ચડ્યા છે જેથી આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ મામલે રાજ્યના માહિતી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે મોરબી શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ રબારી દ્વારા જીલ્લાના અધિક કલેકટર મારફત ગુજરાત માહિતી આયોગ માહિતી કમિશ્નરને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના પેરીસમાં જેની ગણતરી થાય છે એવા સિરામિક હબ મોરબી સૌથી વધુ ટેક્સ આપે છે  અને મોરબી નગરપાલિકાની એ ગ્રેડમાં ગણના થાય છે પરંતુ મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર નથી જેથી ઇન્ચાર્જથી જ વહીવટ ચલાવાય છે કાયમી ચીફ ઓફિસર ના હોવાથી વહીવટી પ્રશ્નો સમજવા, ઉકેલવા અને આખરી નિર્ણયો કરવા જેવા કામો થતા નથી જેથી શહેરમાં લાઈટ, પાણી અને ભૂગર્ભ ગટર જેવા પ્રાથમિક પ્રશ્નોથી પ્રજા પરેશાની ભોગવી રહી છે અને હવે લોકોની ધીરજ ખૂટી જતા લોક આંદોલનનાં ભણકારા વાગી રહ્યા હોવાની ચર્ચા પણ લોકમુખે જોવા મળે છે જેથી આ સમસ્યાના ઉકેલ માટે કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવામાં આવે તેવી માંગ કરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY