માળીયામાં માછીમારોના દરિયાકાંઠા છીનવી લેવાનો કારસો રચ્યાની શંકા

0
288

માછીમારોની માહિતી મત્સયોધ્યોગ કચેરી પાસે ઉપલબ્ધ છતાં કનડગત

માળિયાના અનેકગામ વિસ્તારો સાગર કાંઠે વસે છે જે ગામના મોટાભાગના પરિવારો માછીમારીના વ્યવસાય પરનભે છે ત્યારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન માટે માછીમારો પાસેથી વિવિધ માહિતી માંગવામાંઆવી છે જે ખરેખર મત્સ્યોધ્યોગ કચેરી પાસે હોવા છતાં ખોટી કનડગત કરવામાં આવતી હોયજેથી માછીમારોની રોજગારી છીનવાઈ જાય તેવી ભીતિ સાથે રોષ વ્યાપી ગયો છે માળિયા વિસ્તારના જાજાસર, બગસરા, વવાણીયા, હંજીયાસર, કાજરડા, ચીખલી, વેણાસર સહિતના ગામો સાગર કાંઠે વસતા ગામો છે જે ગામના માછીમારો પાસે મત્સ્યોધ્યોગ અધિક્ષક કચેરી દ્વારા માછીમારીની સંખ્યા, માછીમારી કાંઠા, કેટલા સમય પૂરતા રહે છે સહિતની માહિતી માંગી છે જોકે માળિયા મત્સ્યોધ્યોગ કચેરી દ્વારા જ વર્ષોથી હોડીના લાયસન્સ ઇસ્યુ કરેલ છે અને તમામ માહિતી કચેરી પાસે ઉપલબ્ધ છે જે માહિતી ગ્રામ પંચાયત પાસે ના હોય અને તેની પાસેથી મેળવીને આપવા માટે જણાવાયું છે માછીમારો પરંપરાગત રીતે વર્ષોથી માછીમારી કરે છે અને વિવિધ કાંઠા પર બોટ દ્વારા જતા હોય છે આ તમામ માહિતી હોવા છતાં કચેરી દ્વારા આ માહિતી માંગવામાં આવી છે તો ગ્રામ પંચાયતના રેકર્ડમાં કોઈ નોંધ ના હોય જેથી ત્યાંથી જવાબ મળતા નથી અને માછીમારો પરેશાન થઇ રહ્યાછે  ગત માસે પબ્લિક હિયરીંગ સમયે માછીમારોની મંડળી વતી નકશો ફિશરીઝ વિભાગને આપ્યો હતો અને જે કાંઠા બાકી હોય તે માછીમારી કાંઠા ફ્રી ક્રાફ્ટમાં સમાવવા માટે જણાવ્યું હતું જોકે એક માસ પછી પણ સંબંધિત કચેરી કે અધિકારીઓ દ્વારા મીટીંગ કરવામાં આવી નથી અને માછીમારી કાંઠા અંગે વિગતો માછીમારો પાસેથી મેળવવાનો દુરાગ્રહ રાખવામાં આવી રહ્યો છે જેથી માછીમારો દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા છે
કોસ્ટલ રેગ્યુલેશન ઝોનથી માછીમારોને શું ફાયદો

કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અંતર્ગત માછીમારી કાંઠા વિસ્તારને સુરક્ષિત રાખવા માટે ત્યાં બાંધકામ સહિતની ગતિવિધિઓ માર્યાદિત રહે છે જેથી માછીમારોની રોજગારી છીનવાઈ ના જાય અને મત્સ્યોધ્યોગને કોઈ નુકશાન ના થાય જોકે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની અમલવારીમાં સ્થાનિક તંત્રની મનમાનીથી માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે

સ્થાનિક તંત્રનું માછીમારોની રોજગારી છીનવવાનું ષડ્યંત્ર ?

માળિયાનામાછીમારી કાંઠા અંગેની વિગતો મત્સ્યોધ્યોગ કચેરી પાસે અગાઉથી જ હોવા છતાં માછીમારોપાસેથી તે માંગીને ગ્રામ પંચાયતના પ્રમાણ સાથે લાવવાનો આગ્રહ કોઈ ષડ્યંત્રની આશંકાજન્માવે છે કારણકે ગ્રામ પંચાયત પાસે આવું કોઈ રેકર્ડ હોય નહિ જેથી માછીમારો કોઈસત્તાવાર માહિતી કચેરીને આપી સકે નહી જેથી જે તે માછીમારી કાંઠાનો સમાવેશ થઇ શકશેનહિ અને પરિણામે માછીમારોની રોજગારી છીનવાઈ જવાની પ્રબળ શક્યતાઓ ઉભી થશે અનેસ્થાનિક કચેરીનો રવૈયો જોતા આમાં કોઈ મિલીભગત કે ષડ્યંત્રની બુ ચોક્કસ આવે છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY