સીરામિક ઉદ્યોગકારોને ત્યાં આઈટી વિભાગનાં દરોડા, ૨૫ બેંક લોકર સીલ

0
13

મોરબી,તા.૪
મોરબીમાં કોરલ સીરામિક ઉદ્યોગકારોને ત્યાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સતત બીજા દિવસે પણ આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગને ૨ કરોડ ૫૦ લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. આઈટી વિભાગે ૨૫ જેટલા બેંક લોકરને સીલ કર્યા. આ ઉપરાંત ૫૦ કરોડથી વધુનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ છે.
આઈટી વિભાગને કોરલ સિરામીક ગ્રુપ સહીત પાંચ પેઢીના ૩૮ સ્થળો પર આઈટી વિભાગના સર્ચમાં અનેક બેનામી વ્યવહારો મળી આવ્યા છે. આઇટીના ૨૦૦ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા સર્ચ દરમ્યાન પરપ્રાંતીય રાજ્યોમાં મોટા પાયે બિલ વગર સિરામિક ટાઇલ્સનું વેચાણ કરી બે નંબરનો વેપાર થતો હોવાનું સામે આવ્યું છે.
કોરલ ગૃપ દ્વારા સિરામિક ટાઇલ્સનો સૌથી વધુ વેપાર મહારાષ્ટ્ર રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્યોમાં થતો હોવાનું ખૂલ્યું છે. બિનહિસાબી વ્યવહારોનું પ્રમાણ ઘણું મોટું હોવાથી કરચોરીનો આંકડો હજુ વધી શકે છે. આઇટી વિભાગના દરોડાને પગલે મોરબીના સિરામિક યુનિટમાં ફફડાટ ફેલાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY