બ્રિજ પર સોલાર પાવર પ્લાન્ટ લગાવનારૂ વડોદરા દેશનું પ્રથમ શહેર બનશે

0
14

વડોદરા,તા.૧૦
સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર સોલાર પાવર પ્લાન્ટ બેસાડવાની કામગીરી શરૂ કરવા માટે આદેશો આપી દેવાયા છે અને તેનાથી વર્ષે ૧૪ લાખ વીજયુનિટનું ઉત્પાદન કરવામાં સફળતા મળશે. અકોટા-દાંડિયા બજાર હયાત બ્રિજ પર સ્ટ્રકચર ઉભુ કરાયું છે. દેશનું પહેલુ શહેર વડોદરા બનશે કે, જ્યાં બ્રિજ પર સોલર પાવર પ્લાન્ટ હશે અને આ સપનુ છ મહિનામાં પૂરુ કરી દેવાનો લક્ષ્યાંક રખાયો છે.
સોલાર પાવર પ્લાન્ટની કામગીરી માટે રૂ.૧૭.૭૮ કરોડના અંદાજ સામે લોએસ્ટ ટેન્ડર રૂ.૧૧.૧૬ કરોડનું રહ્યું હતું. આ કામગીરી ગ્રીન બ્રિલિયંસ રિન્યુએબલ એનર્જી એલએલપીને સુપરત કરવામાં આવી છે. વડોદરા સ્માર્ટ સિટીના પ્રોજેકટમાં અંદાજ કરતાં ૩૭.૨૮ ટકા ભાવ ઓછો રહેવા પામ્યો છે. આ પાવર પ્લાન્ટની ક્ષમતા ૯૮૩ કિલો વોટની રહેશે અને તેનાથી વાર્ષિક ૧૪ લાખ વીજ યુનિટનું પાવર જનરેશન થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY