જીનીંગ મિલમાં શોટ સર્કીટને કારણે આગ લાગતા દોડધામ મચી

0
5

મોરબી,તા.૫
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ નજીક આવેલી જીનીંગ મિલમાં રાત્રીના સમયે આગ ફાટી નીકળતા ફાયરની ૨ ટીમો દોડી ગઈ હતી. સાડા ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
ટંકારાના નેકનામ ગામ નજીક આવેલી સાહેબ જીનિંગ મિલ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીમાં રાત્રીના ૮ઃ૩૦ કલાકના સુમારે ઓચિંતી આગ લાગતા મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ૨ ટીમો ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જાકે ફાયરની ટીમોને આગ પર કાબુ મેળવવા માટે સાડા ત્રણ કલાકથી વધુ સમય જહેમત ઉઠાવવી પડી હતી.
આ તક મળતી માહિતી મુજબ રાત્રીના ૧૦ વાગ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. તેમજ જીનીંગ મિલમાં શોટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું. ઉપરાંત કપાસની ૧૦૦થી વધુ ગાંસડી આગમાં બળીને ખાખ થઇ ગઈ હતી. જાકે નુક્શાનીનો ચોક્કસ આંક હાલ મેળવી શકાયો નથી. પરંતુ આને કારણે કોઈ જાનહાની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY